108 પાર્શ્વનાથ ભગવાન | શ્રી અજાહરા પાર્શ્વનાથ ભગવાન | પ્રબળ પ્રભાવી | ચમત્કારિક | ઉના-અજાહરા તિર્થ

  Рет қаралды 4,794

Kajal ni vaato

Kajal ni vaato

Ай бұрын

#jaintirth
#108parshwanath
#uvasagaram
#jaintemple
#tirthankar
#jaintirthankar
#ancienthistory
#ancientreligion
#ancientreligion
#પાર્શ્વનાથ
#જૈનમહોત્સવ
#જૈનધર્મ
#તીર્થયાત્રા
#tirthraksha
શ્રીઅજાહરા પાર્શ્વનાથ પ્રથમ નજરે પ્રતિમા દર્શન *************************
વંદકના વ્યાધિનું વિદારણ કરતાં વૈદ્યસમ્રાટનું આ બિંબ વેળુમાંથી વિનર્મિત થયેલું છે. કેશરવર્ણા આ કૃપાસિંધુની કમનીય કૃતિ મનની મલિન વૃત્તિઓનો અપહાર કરે છે. પદ્માસને પ્રસ્થાપિત આ પ્રભુજીની પર્યુપાસના પૂજકને પુલકિત અને પ્રસન્ન કરે છે. સાત ફણાથી સુશોભિત આ સુખસિન્ધુના સંપર્કથી આત્મસરિતામાં સંવેગરંગના તરંગો પ્રસરે છે. 46 સે.િમ. ઊંચુ આ જાજવલ્યમાન જિનબિંબ આંખોને આનંદિત કરે છે. અતીતના ઊંડાણમાં એક ડૂબકી ********************************* ભક્તજનોના અંતરમાં કર્મો સામે સંગ્રામ ખેલવાનું અદ્ભુત શૌર્ય પૂરતા કેશરવર્ણા શ્રી અજાહરા પાર્શ્વનાથજીનો એક ગૌરવવંતો ઈતિહાસ છે. આ તીર્થના અનુપમ અતીતને જાણવા આપણે ભૂતકાળની વૈભવશાળી અયોધ્યા નગરીમાં પહોંચીએ. અયોધ્યાના સૂર્યવંશી રાજાની વંશપરંપરામાં પુરંદર , કીર્તિધર , સુકોશલ , હિરણ્યગર્ભ અને નઘુષ આદિ રાજાઓ થયા. આ નઘુષ રાજાની રાણી પવિત્ર સથી હતી. તેની રાજ્ય પરંપરામાં ચોવીસમો કકુસ્થ રાજા થયો. આ કકુસ્થ રાજાના પુત્ર રઘુને અજયપાલ ઉર્ફે અનરણ્ય નામનો પુત્ર હતો. અજયપાલ રાજ્ય સિંહાસન પર આરૂઢ થતાં તેણે સાંકેતપુરને પોતાની રાજધાની બનાવી. આ પરમ જિનભક્ત અજયપાલ રાજા એકદા સિદ્ધિગરિની યાત્રાએ નીકળ્યો. દીવ બંદરે આવતાં તેના દેહમાં ભયાનક વ્યાધિઓ પ્રગટ થયા. વ્યાધિની પીડાથી ગ્લાન બનેલો રાજા કેટલોક કાળ ત્યાં જ રોકાઈ ગયો. આ અરસામાં જ સમુદ્રમાં એક ઘટના બની. રત્નસાર નામના વ્યાપારીનાં વહાણો સમુદ્રના ભયાનક તોફાનોમાં અટવાઈ ગયાં. અત્યંત ભયાનક પરિસ્થિતિનું સર્જન થતાં પાણની રક્ષા કાજે રત્નસારે પરમાત્માનું ધ્યાન ધર્ય઼ું. તેની શ્રદ્ધા અને ભક્તિના બળે દિવ્યવાણી સંભળાઈ. આ દિવ્ય વાણીના સંકેતથી રત્નસારે તે સ્થાનમાં કલ્પવૃક્ષના પાટિયાના સંપુટમાં રહેલી શ્રી પાર્શ્વપ્રભુની પ્રતિમાની બાતમી મેળવી. દૈવી સંકેતથી તેણે જાણ્યું કે આ પ્રતિમા ઘણી પ્રાચીન અને પ્રભાવક છે. ધરણેદ્રે તે પ્રતિમાને સાત લાખ વર્ષ સુધી પૂજેલી છે. કુબેર દેવે 600 વર્ષ સુધી તેની અર્ચના કરી છે. અને વરૂણ દેવે પણ તેને સાત લાખ વર્ષ સુધી પૂજી છે. આ પ્રભાવક પ્રતિમાને પ્રાપ્ત કરીને દીવબંદરે રહેલા અજયપાલને સોંપવા અધિષ્ઠાત્રી દેવી પદ્માવતીએ દિવ્યવાણીથી સૂચન કર્ય઼ું. આ પ્રતિમાના આવા પરમ પ્રભાવને જાણીને તેને પ્રાપ્ત કરવા રત્નાસર ઉત્સુક બન્યો. દૈવી સહાયથી તેણે આ પ્રતિમા સમુદ્રમાંથી પ્રાપ્ત કરી અને પ્રતિમાના પ્રાગટય માત્રથી જ ગાંડોતૂર બનેલો સમુદ્ર ક્ષણમાં શાંત થયો. દીવ બંદરે પહોંચીને રત્નસારે આ પ્રતિમા ભવ્ય આડંબરપૂર્વક રાજા અજયપાલને સુપ્રત કરી , આ મનોહર પ્રતિમાના દર્શનથી હર્ષન્વિત બનેલા રાજાએ ભવ્ય સ્નાત્ર મહોત્સવ ઊજવ્યો. અને પરમાત્માનું સ્નાત્ર જળ પોતાના અંગે લગાડયું. આ સ્નાત્ર જળના દિવ્ય પ્રભાવથી તેનો વેધક વ્યાધિ પણ શીઘ્ર ઉપશાંત થયો. આ પ્રતિમાના પરમ પ્રભાવથી પ્રભાવિત બનેલા અજયપાલે અજયનગર નામનું એક નગર વસાવ્યું. આ નગરની મધ્યમાં એક ભવ્ય જિનપ્રાસાદ બંધાવી , આ ચમત્કારી પ્રતિમાજીને પ્રતિષ્ઠિત કર્યા. આ પરમાત્માની ત્રિકાલ પૂજા કરતા રાજાની સમૃદ્ધિ અત્યંત વૃદ્ધિ પામી. છ માસ પર્યંત ત્યાં રહીને રાજાએ સિદ્ધગિરિની યાત્રા કરી. શ્રી પાર્શ્વપ્રભુના ચૈત્યને દસ ગામ સહિત અજયનગર સમર્પિત કરીને રાજા પોતાના સ્થાને ગયો. અજયરાજાના રોગને હરનાર આ પરમાત્મા શ્રી અજાહરા પાર્શ્વનાથના નામથી પ્રસિદ્ધ થયા. સં. 1034 ના લેખવાળો ઘંટ તથા ચૌદમા સૈકાના કેટલાક શિલાલેખો આ તીર્થની પ્રાચીનતા પર સારો પ્રકાશ પાડે છે. શ્રી ઉદયપ્રભસૂરિના પટ્ટાલંકાર શ્રી મહેદ્રસૂરીશ્વરજીના હસ્તે સં. 1323 માં પ્રતિષ્ઠિત થયેલી કાઉસગ્ગીઆ મૂર્તિઓ જમીનમાંથી મળી આવેલી છે. સં. 1343 ના મહાવદ 2 ને શનિવારે અહીં શ્રી ચિંતામણિ પાર્શ્વનાથજીનાં પ્રતિમાજી પ્રતિષ્ઠિત કરવામાં આવ્યા હતા. સં. 1667 ના વૈશાખ સુદ 3 ને મંગળવારે તપાગચ્છાચાર્યશ્રી વિજયદેવસૂરિની પાવન નિશ્રામાં ઉના નિવાસી શ્રીમાળી કુંવરજી જીવરાજ દોશીએ આ તીર્થનો ચૌદમો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. અજયપાલ નામના ચોરાની જમીન ખોદતાં અનેક પ્રાચીન મૂર્તિઓ અને અવશેષો પ્રાપ્ત થયા છે. આ અવશેષો આ નગરીની પૂર્વકાલીન સમૃદ્ધિ અને આબાદીનો પરિચય આપે છે. આજે તો આ નાનકડા ગામડામાં એક જિનપ્રાસાદ સિવાય વિશેષ કાંઈ નથી. શિખરબદ્ધ જિનપ્રાસાદ અત્યંત મનોહર જણાય છે. શ્રી જિનપ્રભસૂરિએ આ પાર્શ્વનાથને `` શ્રી નવનિધિ પાર્શ્વનાથ ' નામથી પણ ઓળખાવ્યા છે. પ્રભુનાં ધામની પિછાણ નજીકનું રેલ્વે સ્ટેશન ઉના અહીંથી 5 કી.મી. દૂર છે. તથા દેલવાડા તીર્થ 2 ાા કિ.િમ. દૂર છે. સૌરાષ્ટ્રની અજાહરા પંચતીર્થીનું આ મુખ્ય સ્થળ છે. દેલવાડા-દીવ-ઉના આદિ તીર્થો નિકટમાં આવેલાં છે. પ્રતિવર્ષ કાર્તિકી પૂનમ , ચૈત્રી પૂનમ તથા માગશર વદ 10 ના દિવસે અહીં મેળો ભરાય છે. વૈશાખ સુદ 11 નો પ્રતિષ્ઠાદિન પ્રતિવર્ષ ઉજવાય છે. ધર્મશાળા તથા ભોજનશાળાની અહીં સુંદર સગવડ છે. એડ્રેસ શ્રી અજાહરા પાર્શ્વનાથ શ્વેતાંબર જૈન તીર્થ મુ. અજાહરા , પોસ્ટ ઃ દેલવાડા , જિ. જૂનાગઢ (સૌરાષ્ટ્ર ),
પ.પૂ.આચાર્ય દેવ શ્રીમદ્ વિજય હિરવિજય સૂરીશ્વરજી:
• અકબર પ્રતિબોધક આચાર્યશ...
શ્રી સ્તંભન પાર્શ્વનાથ: • 108 પાર્શ્વનાથ ભગવાન |...
શ્રી ચોરવાડી પાર્શ્વનાથ:
• 108 પાર્શ્વનાથ ભગવાન |...

Пікірлер: 21
@divyeshshah5465
@divyeshshah5465 Ай бұрын
🙏🙏 Namo jinam Dada 🙏🙏
@kajal_ni_vaato
@kajal_ni_vaato Ай бұрын
🙏🙏
@rekhashah8619
@rekhashah8619 Ай бұрын
ખૂબ સરસ વર્ણન કર્યું છે આપે ખૂબ સરસ માહિતી આપી છે ભગવાન ના દર્શન કરી ધન્યતા અનુભવાય છે ખૂબ ખૂબ અનુમોદના 🙏
@kajal_ni_vaato
@kajal_ni_vaato Ай бұрын
વીડિયોને બિરદાવવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આ વિડીયો આપના ગ્રુપમાં શેર કરવા વિનંતી છે, જેથી કરીને વધુમાં વધુ લોકો આવા તીર્થ વિશે ની માહિતી મેળવી શકે અને ખુબ સરસ ભાવ સાથે દર્શન પૂજન નો લાભ લઇ શકે.
@rushabhgala780
@rushabhgala780 Ай бұрын
જયજીનેદ સરસ વિડીયો
@kajal_ni_vaato
@kajal_ni_vaato Ай бұрын
વીડિયોને બિરદાવવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આ વિડીયો આપના ગ્રુપમાં શેર કરવા વિનંતી છે, જેથી કરીને વધુમાં વધુ લોકો આવા તીર્થ વિશે ની માહિતી મેળવી શકે અને ખુબ સરસ ભાવ સાથે દર્શન પૂજન નો લાભ લઇ શકે.
@bharativisariya4777
@bharativisariya4777 Ай бұрын
Jay jinendra saras vidiyo dvara darshan no labha aapyo aabhar ❤
@kajal_ni_vaato
@kajal_ni_vaato Ай бұрын
વીડિયોને બિરદાવવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આ વિડીયો આપના ગ્રુપમાં શેર કરવા વિનંતી છે, જેથી કરીને વધુમાં વધુ લોકો આવા તીર્થ વિશે ની માહિતી મેળવી શકે અને ખુબ સરસ ભાવ સાથે દર્શન પૂજન નો લાભ લઇ શકે.
@mehtavanita62
@mehtavanita62 Ай бұрын
Bhuj sundr janakari mate
@kajal_ni_vaato
@kajal_ni_vaato Ай бұрын
વીડિયોને બિરદાવવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આ વિડીયો આપના ગ્રુપમાં શેર કરવા વિનંતી છે, જેથી કરીને વધુમાં વધુ લોકો આવા તીર્થ વિશે ની માહિતી મેળવી શકે અને ખુબ સરસ ભાવ સાથે દર્શન પૂજન નો લાભ લઇ શકે.
@pragnashah4538
@pragnashah4538 Сағат бұрын
❤❤❤
@kajal_ni_vaato
@kajal_ni_vaato 10 минут бұрын
વીડિયોને બિરદાવવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આ વિડીયો આપના ગ્રુપમાં શેર કરવા વિનંતી છે, જેથી કરીને વધુમાં વધુ લોકો આવા તીર્થ વિશે ની માહિતી મેળવી શકે અને ખુબ સરસ ભાવ સાથે દર્શન પૂજન નો લાભ લઇ શકે.
@chandrikashah2243
@chandrikashah2243 Ай бұрын
ખૂબ સરસ માહિતી આવી
@kajal_ni_vaato
@kajal_ni_vaato Ай бұрын
વીડિયોને બિરદાવવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આ વિડીયો આપના ગ્રુપમાં શેર કરવા વિનંતી છે, જેથી કરીને વધુમાં વધુ લોકો આવા તીર્થ વિશે ની માહિતી મેળવી શકે અને ખુબ સરસ ભાવ સાથે દર્શન પૂજન નો લાભ લઇ શકે.
@bhartigudka3187
@bhartigudka3187 Ай бұрын
Kajalben, tamaro jetlo aabhar manie telli ochho chhe. Ame aatle dur thi aava chamtkari pragat prabhavi shree AZAHARA PARSHWANATH BHAGWAN na darshan kari dhanyata anubhavie chhie. Tamari khub khub anumodna.. Tamne kadach andaj nahi aave ke amne ketli khushi mali chhe.🙏🙏🙏
@kajal_ni_vaato
@kajal_ni_vaato Ай бұрын
આપના શબ્દો પરથી આપ જે અનુભવો છો એ સમજી શકાય છે. આપના પ્રતિભાવો પરથી અમને પણ અવર્ણનિય આનંદ અનુભવાય છે. અમારી મહેનત લેખે લાગી હોય એવી લાગણી થાય છે. અમને આપના પ્રતિભાવો થી ખૂબ જ પ્રોત્સાહન મળે છે. આપનો ખૂબ ખૂબ આભાર. આપના દરેક વોટ્સએપ કોન્ટેક્ટ અને ગ્રુપમાં ફોરવર્ડ કરવા નમ્ર વિનંતી જેથી કરીને વધુમાં વધુ લોકો સુધી આવા તીર્થોની માહિતી પહોંચી શકે અને વધુમાં વધુ લોકો આપણા પ્રાચીન તીર્થો ના દર્શન નો લાભ લઈ શકે.
@bhartigudka3187
@bhartigudka3187 Ай бұрын
Tamari samjavvani rit bahuj saras chhe. ​@@kajal_ni_vaato
@vikassavani5200
@vikassavani5200 Ай бұрын
Wah
@kajal_ni_vaato
@kajal_ni_vaato Ай бұрын
વીડિયોને બિરદાવવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આ વિડીયો આપના ગ્રુપમાં શેર કરવા વિનંતી છે, જેથી કરીને વધુમાં વધુ લોકો આવા તીર્થ વિશે ની માહિતી મેળવી શકે અને ખુબ સરસ ભાવ સાથે દર્શન પૂજન નો લાભ લઇ શકે.
@rushabhgala780
@rushabhgala780 Ай бұрын
Rekha Gala
@kajal_ni_vaato
@kajal_ni_vaato Ай бұрын
👍
Beautiful gymnastics 😍☺️
00:15
Lexa_Merin
Рет қаралды 15 МЛН
Amazing weight loss transformation !! 😱😱
00:24
Tibo InShape
Рет қаралды 51 МЛН
Slow motion boy #shorts by Tsuriki Show
00:14
Tsuriki Show
Рет қаралды 8 МЛН
KARAM NA BANDH ANE ANUBHANDH PART 2
43:42
Hitesh Shah
Рет қаралды 92 М.
Aatma : Centre point of my life by Aacharya Shri UdayVallabhSuriji
47:14
Perfecting Youth Official
Рет қаралды 26 М.
Beautiful gymnastics 😍☺️
00:15
Lexa_Merin
Рет қаралды 15 МЛН