Рет қаралды 49,414
The Swaminarayan Sampraday is a Bhakti Sampraday. To nurture Bhakti (devotion), Bhagwan Swaminarayan built Mandirs (temples). Ghar Mandirs (home temples) were also created so that devotees could engage in devotion at their own homes.
In these Mandirs and Ghar Mandirs, devotees sing Thaals daily, lovingly serving various dishes to Bhagwan and the Gurus. Numerous compositions of such Thaals have been created from the time of the Paramahamsa poets up to the present day within the Swaminarayan tradition.
During these auspicious festivities of Diwali and Annakutotsav, we would like to present the new Akshar-Purushottam Maharaj Maha-Thaal.
Lyrics: Sadhu Aksharjivandas
Singer: BAPS Yuvak Mandal, Surat.
સ્વામિનારાયણ સંપ્રદાય ભક્તિ સંપ્રદાય છે. ભક્તિના પોષણ માટે ભગવાન સ્વામિનારાયણે મંદિરો રચ્યાં. સાથે હરિભક્તો ઘર બેઠાં પણ ભક્તિ કરી શકે તે માટે ઘરમંદિરો પણ રચાયાં.
જેમાં ભગવાન અને તેમના ઉત્તમ ભક્તને ભક્તો ભક્તિ રૂપે રોજ વિવિધ વાનગીઓ બનાવીને ધરાવે છે અને થાળનું ગાન કરીને અંતરના પ્રેમથી જમાડે છે.
ભગવાન સ્વામિનારાયણના પરમહંસ કવિઓથી લઈને અદ્યાપિપર્યંત સંપ્રદાયમાં આવા અનેક થાળની રચનાઓ થઈ છે. જેમાં આજે અક્ષરપુરુષોત્તમ મહારાજના નૂતન મહાથાળને પ્રકાશિત કરતાં અમે આનંદ અનુભવીએ છીએ.
કવિ: સાધુ અક્ષરજીવનદાસ
ગાયક: BAPS યુવક મંડળ, સુરત.
------------------
આજ મહા થાલ, જીમો શ્રીજી મહારાજ;
રાજ અક્ષર સંગાથ, અક્ષરપુરુષોત્તમ મહારાજ. થાલ જીમો જી. ધ્રુવ
હરિકે સેવા મેં બ્રહ્મચારી, જિનકી પ્રીત હરિ સે ન્યારી,
ઉન્મત્તગંગા જળ લે આઈ, તાંબા કુંડીમેં ઠલવાઈ;
બાજોઠ પર બેસાઈ, ન્હાએ મર્દન કર સુખદાઈ,
ધારે સુંદર અંગ શૃંગાર, જીમો શ્રીજી મહારાજ. રાજ અક્ષર. ૧
પ્રથમ મેવા લીએ સાર, પપનસ બડે બડે દો ચાર,
સેતુર જંબુ હૈ ગુલદાર, કેળાં સફરજન અનાર;
શક્કરટેટી ચીકુ બોર, અમરુદ ઔર હૈ અખોર,
મીઠા ખરબૂચા હૈ લાલ, જીમો શ્રીજી મહારાજ. રાજ અક્ષર. ૨
હરિકે સાફ કરકે બદામ, ખારેક મીઠી હૈ તમામ,
ખજૂર અંજીર હૈ ઘનશ્યામ, અમૃત આફુસી હૈ આમ;
નારંગી મોસંબી દ્રાક્ષ, મીઠા પપિતા લાએ ખાસ,
તાજે ફલ હૈં અપરંપાર, જીમો શ્રીજી મહારાજ. રાજ અક્ષર. ૩
લડ્ડુ મગદળ કા હૈ સારા, હલવા ખુરમા ખૂબીવારા,
આટા જલેબીકા ન્યારા, બુંદી છૂટી લ્યો હૈ પ્યારા;
લે લે ખાજે પેંડે તાજે, ગુલગુલ આપ આપમેં ગાજે,
મઠિયાં મુરબ્બા રસાલ, જીમો શ્રીજી મહારાજ. રાજ અક્ષર. ૪
શીરો પૂરી ને દૂધપાક, બદામ ચારોળી હૈ દ્રાક્ષ,
લાએ બંગાલી મીઠાઈ, મીઠી રસમધુર સુખદાઈ;
સુંદર જાવંત્રી જાયફળ, ઔર કસ્તૂરી કેસર,
શિખંડ બાસુંદી કા થાલ, જીમો શ્રીજી મહારાજ. રાજ અક્ષર. ૫
હરિકે મટકી દહીં હૈ મીઠા, ગુલાબજાંબુ રંગ મજીઠા,
કાજુકતરી પિસ્તા પાક, અમાપ ઘેવર મેથીપાક;
ફરસી પૂરી સક્કરપારા, ચકરી ચિવડા મગજ ન્યારા,
મોતીચૂર મોહનથાલ, જીમો શ્રીજી મહારાજ. રાજ અક્ષર. ૬
લડ્ડુ ચૂરમે કા ખૂબ, ઠોર માલપૂઆ અનૂપ,
બિરંજ મખ્ખનિયા મેસૂબ, બાટી ઘીમેં ડૂબાડૂબ;
ઘારી અડદિયા રસદાર, નમકીન રખ્ખે હૈં અપાર,
ચોળાફળી ફાફડે દાલ, જીમો શ્રીજી મહારાજ. રાજ અક્ષર. ૭
હરિ કે રોટી રોટલા ભાત, સુંદર તરકારી હૈ જાત,
ભીંડા વાલોળ વંતાક, ટમાટર ઘીસોડા કે શાક;
મૂળા વડી આલુ સબ્જી, ગલકાં કારેલી ઔર ભાજી,
ભજીયાં વટાણા ને વાલ, જીમો શ્રીજી મહારાજ. રાજ અક્ષર. ૮
ચટણી આમલીકી બનાઈ, કોથ ફીદીસે મિલવાઈ,
લીલે મિરચેકી તીખાઈ, આરસ પથ્થરસે કુટવાઈ;
લીલે મરીકે દાણે, ભારે ભાત ભાત અથાણે,
અંદર જીરા મિરચી લાલ, જીમો શ્રીજી મહારાજ. રાજ અક્ષર. ૯
કેરી લીંબુ આદે સારે, ગુંદા કેલ કે અચારે,
લીલે મિરચે તીખે ભારે, મેથી ગરમર સ્વાદુ ન્યારે,
દહીં માખણ છાશ મોળી, મોળે સાટે પૂરણપોળી,
દૂધ ઘી કઢી દાલ, જીમો શ્રીજી મહારાજ. રાજ અક્ષર. ૧૦
હરિકે ભર સોનેકી ઝારી, પાની પીજે અવતારી,
પાન લવિંગ સુપારી, અંદર એલચી હૈ ન્યારી;
કાથા ચૂના હૈ પૂરણ, ભારે ભાત ભાત ચૂરણ,
મુખડા હો જાયેગા લાલ, જીમો શ્રીજી મહારાજ. રાજ અક્ષર. ૧૧
હરિકે થાલ ભક્તગણ ગાવે, પ્રગટ અક્ષરબ્રહ્મ જીમાવે,
પ્રસાદી કી કરેલ આશ, શ્રીજી રખ લો અપને પાસ;
લીજે સ્વામીશ્રીજી નામ, જાણે પહોંચ્યા અક્ષરધામ,
દીજે દર્શન કરો નિહાલ, જીમો શ્રીજી મહારાજ. રાજ અક્ષર. ૧૨
#AajMahaThal #newthal #AksharPurushottamMaharaj #Bapskirtanchannel #devotionalmusic #diwali2024 #annakut2024 #Newyear #pramukhswamimaharaj #mahantswamimaharaj