Рет қаралды 477
યદુવંશી આહીર ક્ષત્રિય સમાજના હીર વિજયભાઇ વાંક અને તેમની ટીમને ખુબ ખુબ અભિનંદન,ઈતિહાસ ની બે અણમોલ ક્ષણ ને હજારો વર્ષો સુધી જીવંત રાખવા સૌરાષ્ટ્ર નાં અઢારેય વરણ ના બારોટ જી ઓ નાં ઐતિહાસિક ચોપડા એટલે પરિયા પુરાણ માં સુવર્ણ અક્ષરે લખાશે. ભગવાન શ્રી રામ અને શ્રી કૃષ્ણ ના ઐતિહાસિક પ્રસંગ.
1. અયોધ્યા માં બનવા જઈ રહેલ મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામ ના ભવ્ય મંદિર ની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ.
અને
2. દ્વારકામા પૂર્ણપુરુષોત્તમ ભગવાન શ્રી દ્વારકાધીશની નિશ્રામા અખિલ ભારતીય આહિરાણીઓના ઐતિહાસિક મહારાસનું પણ ઇતિહાસના ચોપડે થશે લખાણ
પૂર્ણપુરુષોત્તમ ભગવાન શ્રી દ્વારકાધીશના અધ્યક્ષ સ્થાને દ્વારકા ખાતે યોજાયેલ અખિલ ભારતીય આહિરાણીઓનાં ઐતિહાસિક મહારાસનું લેખન સૂવર્ણ અક્ષરે યદુવંશી આહીર ક્ષત્રિય સમાજના બારોટજીના ચોપડે લખવાનું હોય તો સમસ્ત આહીર સમાજની બહેનો અને જેમણે મહારાસમાં ભાગ લીધેલ હોય તેમને ચોપડો વધાવવા અને નામ લખાવવા માટે સનાતન ધર્મ રક્ષક સમિતિના અધ્યક્ષ અને યદુવંશી આહીર ક્ષત્રિય શ્રી વિજયભાઈ વાંક દ્વારા ભાવ ભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.