Рет қаралды 42,944
બેનુ લઇલ્યો રામ નુ નામ છેલો ફેરો છે
મારા કાકા દાદા બેય બાંધવા છે
એને સમશાન સુધી નો સાથ છેલો ફેરો છે
બેનુ લઇલ્યો રામ નુ નામ છેલો ફેરો છે
મારા માશી માતા બેય બેનુ છે
એને જાપા સુધી નો સાથ છેલો ફેરો છે
બેનુ લઇલ્યો રામ નુ નામ છેલો ફેરો છે
મારા નણંદ તુલસી નો ક્યારો છે
એનુ આતમ નો દુભવાઈ છેલો ફેરો છે
બેનુ લઇલ્યો રામ નુ નામ છેલો ફેરો છે
મારી દીકરી આંગણા ની ગાય છે
એને દોરી ને દયો ત્યાં જાય છેલો ફેરો છે
બેનુ લઇલ્યો રામ નુ નામ છેલો ફેરો છે
મારા ભાણેજ વડલો ને પીપળો છે
ઈતો આંગણે થી ભુખીયા ન જાય છેલો ફેરો છે
બેનુ લઇલ્યો રામ નુ નામ છેલો ફેરો છે
આ દેરાણી જેઠાણી બેય બેનો છે
એમા ઇર્સા ને અભી માન છેલો ફેરો છે
બેનુ લઇલ્યો રામ નુ નામ છેલો ફેરો છે
મારા ઘર ના પતિ પરમેશ્વર છે
ઈતો સુખ દુઃખ મા ભાગી દાર છેલો ફેરો છે
બેનુ લઇલ્યો રામ નુ નામ છેલો ફેરો છે
મારો દીકરો શ્રવણ જેવો છે
એને કાંધે ચડી ને જવાઈ છેલો ફેરો છે
બેનુ લઇલ્યો રામ નુ નામ છેલો ફેરો છે
મારી વવવારુ ગંગા જમના જેવી છે
ઈતો પાણીલા પાઇ છેલો ફેરો છે
બેનુ લઇલ્યો રામ નુ નામ છેલો ફેરો છે
આ સત્સંગ સ્વર્ગ ની સીડી છે
એના પગથિયાં ચડાઈ છેલો ફેરો છે
બેનો લઇ લ્યો રામ નુ નામે છેલો ફેરો છે