Рет қаралды 22,589
ભજન અત્યંત કોમેડી છે મઝા આવશે.આખું ભજન જોશો.અમારી ચેનલ શ્રી સખી ભજન મંડળને like, shar & comment અવશ્ય કરજો અને subscribe કરવાનું કયારેય ભુલતાજ નહીં.બાજુમાં દર્શાવેલ ઘંટડીને દબાવો જેથી અમારા નવા નવા ભજન સાંભળવા મળશે.સાથ સહકાર આપશો.વડોદરા.
જય શ્રીકૃષ્ણ
---------------------------- ભજન-------------------------
કાના ઝટપટ ઝટપટ જોલી ભરી દે
જોલી ભરી દે તિજોરી ભરી દે........કાના ઝટપટ.........
રૂપિયા ના જોઈએ, મારે પૈસા ના જોઈએ
બરોડા બેંક મારે નામે કરી દે.......કાના ઝટપટ.........
સાડી ના જોઈએ મારે સેલા ના જોઈએ
સુરતની મીલ મારે નામે કરી દે......કાના ઝટપટ.........
પીઝા ના જોઈએ , મારે બર્ગર ના જોઈએ
સૂર્યા પેલેસ મારે નામે કરી દે.......કાના ઝટપટ...........
ગાડી ના જોઈએ, મારે બંગલા ના જોઈએ
એરોપ્લેન મારે નામે કરી દે......કાના ઝટપટ ઝટપટ........
યુ પી ના જોઈએ, મારે એમ પી ના જોઈએ
મોદીજીની સીટ મારે નામે કરી દે........કાના ઝટપટ......
સોનું ના જોઈએ, મારે રૂપુ ના જોઈએ
તનિષ્ઠ જર્વલસ મારે નામે કરી દે
કાના ઝટપટ ઝટપટ જોલી ભરી દે
જોલી ભરી દે તિજોરી ભરી દે
કાના ઝટપટ ઝટપટ જોલી ભરી દે
કૃષ્ણ કનૈયા લાલ કી જય