Рет қаралды 167,283
આ ભજન જોરદાર. સાંભળીને ખુબ મઝા પડશે અંત સુધી જોશો.અમારી ચેનલ શ્રી સખીભજન મંડળને like, shar & comment અવશ્ય કરજો અમારુ ભજન સાંભળીને subscribe કરવાનું કયારેય ભુલતાજ નહીં.બાજુમાં ઘંટડીને દબાવો જેથી અમારા લેટેસ્ટ રમુજી ભજન સાંભળવા મળશે.સાથ સહકાર આપશો.
જય શ્રીકૃષ્ણ
------------------------- ભજન--------------------------
એક રોટલા જેવી ઘંટૂલી (2)
કંઈ ઝીણુ દળાય , કંઈ જાડુ દળાય ઓ મારા કનૈયા
એક મરચા જેવી જેઠાણી
કંઈ તીખી લાગે, કંઈ તીખી લાગે ઓ મારા કનૈયા
એક કારેલા જેવા સાસુમાં
કંઈ કડવા લાગે , કંઈ કડવા લાગે ઓ મારા કનૈયા
એક રોટલા જેવી...........
એક લીંબુ જેવી દેરાણી (2)
કંઈ ખાટી લાગે , કંઈ ખાટી લાગે ઓ મારા કનૈયા
એક દેડકા જેવો દીયેરીયો
કંઈ કુદકા મારે , કંઈ કુદકા મારે ઓ મારા કનૈયા
એક રોટલા જેવી.........
એક નટ જેવા વેવાણ
કંઈ નખરા કરે , કંઈ નખરા કરે ઓ મારા કનૈયા
એક શ્રવણ જેવા જમા ઈરાજ
કંઈ સેવા કરે , કંઈ સેવા કરે ઓ મારા કનૈયા
એક રોટલા જેવી........
એક પેન્સિલ જેવી વહુવારુ
કંઈ ફેશન કરે , કંઈ ફેશન કરે ઓ મારા કનૈયા
એક પ્યાલા જેવી પાડોશણ
કંઈ પંચાત કરે , કંઈ પંચાત કરે ઓ મારા કનૈયા
એક રોટલા જેવી.........
એક વ્હાલ જેવી દિકરી
કંઈ વ્હાલી લાગે , કંઈ વ્હાલી લાગે ઓ મારા કનૈયા
એક મટકી જેવડું મંડળ
કંઈ ભજન કરે , કંઈ ભજન કરે ઓ મારા કનૈયા
એક રોટલા જેવી ઘંટૂલી
કંઈ ઝીણું દળાય કંઈ જાડુ દળાય ઓ મારા કનૈયા
કૃષ્ણ કનૈયા લાલ કી જય