Рет қаралды 11,480
અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો
___________________ કિર્તન ___________________
ધુન લાગી છે મારા તનમાં ખોડલ મા વસી જાવ મારા મનમાં
રોહીશાળા ધામ માં ખોડલ પધાર્યા
મામણીયા નાં તમે મેણલા રે ભાંગ્યા
સાત બેનું ને સાથે વીરલા ખોડલ મા વસી જાવ મારા મનમાં
ધુન લાગી છે મારા તનમાં......
વીરા મેરખીયા ને સાપ આભડીયો
પાતાળ જઇને માંડી અમી કૃપો લાવીયા
વીરાને જીવન દાન આપીયા ખોડલ મા વસી જાવ મારા મનમાં
ધુન લાગી છે મારા તનમાં......
ગળધરા ધામ માં ખોડલ પધાર્યા
ઘુના ને કાંઠે મા એ મંદિર બંધાવ્યા
દુખીયા નાં દૂખડા ભાંગતા ખોડલ મા વસી જાવ મારા મનમાં
ધુન લાગી છે મારા તનમાં......
બેની જાહલ ની વારે તમે ચડીયા
સંકટ જેલથી તમે રે છોડાવીયા
સિંધ નાં સુમરા ને માર્યો ખોડલ મા વસી જાવ મારા મનમાં
ધુન લાગી છે મારા તનમાં......
માટેલ ધામ માં ખોડલ પધાર્યા
માટેલ મંદિર સુંદર સોહામણા
ભગતો ની ભીડ તમે ભાંગતા ખોડલ મા વસી જાવ મારા મનમાં
ધુન લાગી છે મારા તનમાં......
ભાવનગર નાં રાજા સાથે વચને બંધાયા
આગળ રાજા ને પાછળ માતા
તાતણીયે ત્રીશુલ રોકીયા ખોડલ મા વસી જાવ મારા મનમાં
ધુન લાગી છે મારા તનમાં ખોડલ મા વસી જાવ મારા મનમાં