No video

ગાંઠિયાનો પર્યાય એટલે ઇસ્કોન | ટેસ્ટ અને ક્વોલિટીમાં ધી બેસ્ટ | સામાન્ય લારીથી ફૂડ મૉલ સુધીની સફર

  Рет қаралды 1,707

Hungry_Junction

Hungry_Junction

Күн бұрын

અમદાવાદમાં ઇસ્કોન ગાંઠિયા અથવા તો ઇસ્કોન ફૂડના શિર્ષક હેઠળ અગિયાર શાખાઓ ધરાવે છે.
ઇસ્કોન ગાંઠિયાના માલિક છે મનદીપ પટેલ. તેમણે અમદાવાદમાં આવીને જ સૌરાષ્ટ્રની ફેમસ વાનગી એવી ગાંઠિયાની લારી નાખી દીધી. તેઓ દીવસના કલાકોના કલાકો કામ કરતાં અને રાત પડ્યે તેઓ લારી પર જ સુઈ જતાં. ઠંડી-ગરમી-વરસાદની કશાની પરવા કર્યા વગર જ તેઓ પોતાની લારીને વળગી રહેતા અને પૂરા નિર્ધારથી ધંધો કરતાં. અને છેવટે તેમને તેમના આ સંઘર્ષે તેમને સફળતાનો સ્વાદ ચખાડ્યો.
શરૂઆતમાં તેમણે અમદાવાદના બાપુનગરમાં ગાંઠિયાની લારી શરૂ કરી. પણ ત્યાં હીરા ઉદ્યોગમાં બેરોજગારી-હડતાળો વિગેરેના કારણે તેમનો ધંધો મંદો પડી ગયો. ત્યાર બાદ તેમણે એપ્રોચ વિસ્તારમાં ગાંઠિયાની લારી ખસેડી પણ ત્યાં પણ ટ્રાફીકના કારણે લારી રાખી શકાય તેમ નહોતી. છેવટે તેમણે અમદાવાદના પશ્ચિમ વિસ્તાર એવા વિજય ચાર રસ્તા પર લારી નાખી અને તેઓ ત્યાં જ લારીમાં સુઈ જતાં.
લારી શરૂ કર્યાના થોડા દિવસો બાદ જ દબાણવાળા તેમની લારી ઉપાડી ગયા અને તેમને ઓર વધારે તકલીફનો સામનો કરવો પડ્યો. હવે તો તેમનું એકનું એક આવકનું સાધન એવી લારી પણ તેમનાથી ઝુંટવાઈ ગઈ હતી. જો કે તેમની આવડતને કોઈ થોડી છીનવી શકવાનું હતું. તેમને ગાંઠિયા બનાવતા આવડતા હતા પણ તેના માટેનો સામાન તેમની પાસે નહોતો.
મનદીપ પટેલ 2008માં અમદાવાદ આવ્યા હતા અને તે વખતે તેમની ઉંમર માત્ર 23 જ વર્ષની હતી. તેમને ઉપલેટમાં ધંધા દ્વારા કંઈ ખાસ આવક નહોતી થતી અને માટે જ તેમણે અમદાવાદ જેવા મોટા શહેર તરફની વાટ માંડવી પડી. તેના માટે તેમણે ગાંઠિયાનો ધંધો કરવાનું નક્કી કર્યું અને સૌ પ્રથમ તો ગાંઠિયા બનાવતા શીખી લીધું. તેમણે શહેર પસંદ કરવા માટે ગુજરાતના મોટા મોટા શહેરોને ફરીને જોયા અને છેવટે તેમની પસંદ અમદાવાદ પર ઠરી.
અમદાવાદમાં ઠેર-ઠેર તેમને નિષ્ફળતા મળી અને છેવટે તો તેમની રોજીરોટી સમાન એવી લારી પણ દબાણવાળા ઉઠાવી ગયા. હવે તેમણે રેસ્ટોરન્ટમાં માત્ર 900 રૂપિયાના પગારે કામ કરવાનો વારો આવી ગયો. તેઓ ત્યાં જ જમી લેતા અને ત્યાં જ સુઈ જતાં. આ તેમના જીવનનો સૌથી કપરો સમય હતો. પણ તેમાં પણ તેમણે હાર ન માની અને આસ પણ ન છોડી. તેઓ કોઈ પણ સંજોગોમાં ગામડે પાછા જવા તો બિલકુલ નહોતો માગતા.
રેસ્ટોરન્ટની નોકરીને અલવિદા કહી તેમણે ફરી લારીની શરૂઆત કરી આ વખતે તેમણે ઇસ્કોન ચાર રસ્તા પાસે ગાંઠિયાની લારી નાખી. તેમણે અત્યારસુધી પોતાની લારીને નામ નહોતું આપ્યું પણ હવે તેમણે લારીને ‘ઇસ્કોન ગાંઠિયા’ નામ આપ્યું. ધીમે ધીમે તેમની મુશ્કેલીઓ ઘટવા લાગી.
તેમણે જ્યારે ઇસ્કોન પાસે લારી ખોલી તે જ દિવસે અમદાવાદમાં બ્લાસ્ટ થયા હતા. ઇસ્કોન પાસે લારી નાખ્યાના પહેલાં જ દિવસથી તેમને એવી લાગણી થઈ હતી કે અહીં તેમનો ધંધો ચાલી જશે. પહેલીવાર તેમની લારી ત્યાં સતત અગિયાર મહિના સુધી ચાલુ રહી અને લોકો તેમને ઓળખતા પણ થયા.
લારી ખોલતાં પહેલાં જ 15-20 જણા ગાંઠિયાની રાહ જોતાં ઉભા રહેતાં જોવા મળતાં. અને ત્યારથી જ તેમને આત્મવિશ્વાસ થવા લાગ્યો કે અમદાવાદને તેમના ગાંઠિયા ફાવી ગયા છે. પણ ત્યાર બાદ ઇસ્કોન બ્રિજનું કામ શરૂ કરવામાં આવ્યું અને ફરી પાછી તેમણે લારી ખસેડવી પડી. તેમણે લારીનું નામ તો એજ રાખ્યું પણ હવે તેમણે કર્ણાવતી ક્લબની સામેની બાજુ લારી ખસેડી અને ત્યાં પણ તેમનો ધંધો સારો ચાલ્યો. અને એક વર્ષની અંદર જ તેમણે ત્યાં દુકાન પણ ખોલી લીધી.
ધંધાની શરૂઆત કરી ત્યારે તેઓ જ બધું કરતાં હતા. ગાંઠિયા બનાવવાથી માંડીને ડીશો ધોવા સુધીનું કામ. પણ ધીમે ધીમે ધંધો ચાલી નીકળ્યો અને સ્ટાફ વધવા લાગ્યો. આજે તેમની અગિયાર બ્રાન્ચના કુલ 130-150 જેટલા કર્મચારીઓ છે.
તેમણે અત્યાર સુધીમાં અમદાવાદમાં પોતાની ઘણી બધી શાખાઓ ખોલી લીધી છે. તેમણે વિરમગામ-ધ્રાંગધ્રા હાઇવે પર એક ઇસ્કોન ફૂડ મોલ પણ ખોલ્યો છે. આ ફૂડ મોલ અમદાવાદથી લગભગ 75 કિલોમીટર દૂર આવેલો છે.
તમને જણાવી દઈએ આ એજ સ્થળ છે જ્યાં ગુજરાતના મુખ્યમંત્રી મોદી હતા અને અહીં જ ‘ચાય પે ચર્ચા’ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. તેઓ જણાવે છે કે તેમની દરેક બ્રાન્ચમાં ગ્રાહકોના સ્વાસ્થ્યનો ખ્યાલ રાખીને શુદ્ધ ખોરાક જ પિરસવામાં આવે છે.
Follow us On Social Media to Get Notified about New Upcoming Videos.
✅Follow On Facebook : tinyurl.com/Hu...
✅Follow On INSTAGRAM : tinyurl.com/Hu...
✅Follow on whatsapp : bit.ly/Hungry_J...
S U B S C R I B E || L I K E || S H A R E || C O M M E N T
Give us a thumbs up if you liked this video, subscribe to our channel if you haven't, and share this video with your friends!
*સ્વાદની દુનિયાના અવનવા વિડિઓ જોવા Hungry_Junction યૂટ્યૂબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઈકન દબાવી નોટિફિકેશન મેળવતા રહો
south indian veg food
gujarati cuisine,gujarati thali,gujarati food,gujarati food recipe,gujarati thepla recipe,gujarat,gujarati cuisines,gujarati snacks,gujarati snacks recipe,gujarati thepla,gujarati street food,gujarati recipes,gujarati thepla recipe in hindi,best gujarati thali,gujarati thepla recipe by cooking with smita,methi thepla gujarati,gujarat food,best gujarati thali in surat gujarat,gujarati dishes,gujarati cooking
gujarati food,gujarati thali,food,gujarat food,best gujarati thali,indian food,gujarati cuisine,gujarati recipes,gujarati kadhi,gujarati food recipe,ahmedabad food,gujarati thali menu,gujarati thali recipe,gujarati,gujarati thali in ahmedabad,gujarat,indian street food,ahmedabad street food,street food,gujarati food ahmedabad,gujarati food recipes,top 10 gujarati food,gujju food,gujarat street food
#morbi best food
#foodlover
#desifood
#steetfood
#foodchalleng
#lovefood
#tiktokfoodie
#food

Пікірлер
小丑把天使丢游泳池里#short #angel #clown
00:15
Super Beauty team
Рет қаралды 42 МЛН
WORLD'S SHORTEST WOMAN
00:58
Stokes Twins
Рет қаралды 194 МЛН
Prank vs Prank #shorts
00:28
Mr DegrEE
Рет қаралды 7 МЛН
小丑把天使丢游泳池里#short #angel #clown
00:15
Super Beauty team
Рет қаралды 42 МЛН