Рет қаралды 955
હારે તને કેમ નથી સમજાતું 🤔ગુણ નહિ રે ગવાય ગડપણમાં🌷ખુબ જ સરસ 👌 સમજવા જેવું ઘડપણ નું #bhajan 👇
હાં રે તને કેમ નો આવે સમજણ મા
ગુણ નહિરે ગવાય ગઢપણ માં
હા રે તારી જુવાની જાશે એક પળ માં....
ગુણ નહિરે ગવાય ગઢપણ માં
હા રે કાયા પડું પડું થાય
જીવ આવે ને જાય
હા રે તારી ગાડી રોકાય જાશે રણમાં...
ગુણ નહિરે ગવાય ગઢપણ માં
હા રે કાને સંભળાય નહિ
આંખે દેખાય નહિ
હા રે પછી કેમ જશો સત્સંગમાં...
ગુણ નહિરે ગવાય ગઢપણ માં
હા રે પગે ચલાય નહિ
ઉભું રહેવાય નહિ
હા રે પછી કેમ જશો સત્સંગમાં...
ગુણ નહિરે ગવાય ગઢપણ માં
હાંરે ખૂણામાં ખાટ ઢળાય
પછી નહિ રે સહેવાય
તને દુઃખ ઘણું લાગે તારા દિલમાં...
ગુણ નહિરે ગવાય ગઢપણ માં
હા રે પૂરું ખવાય નહિ
ભૂખ્યા રહેવાય નહીં
કાચા અન્ન રેડાય ઉદર માં...
ગુણ નહિરે ગવાય ગઢપણ માં
હા રે બાંધ્યા બઁગલા ને મહેલ
પછી લાગે તને જેલ
હાંરે તારા દીકરાનું ધ્યાન તારા ધનમાં...
ગુણ નહિરે ગવાય ગઢપણ માં
હાંરે સાંભળો સન્તોની વાત
કરો પ્રભુનો સન્ગાથ
એવું સાંભળીને આવો સત્સંગમાં...
ગુણ નહિરે ગવાય ગઢપણ માં
હાંરે પુનિત છેલ્લો છે શ્વાસ
એ તો કાઢશે તારી લાશ
એવું સાંભળીને આવો સત્સંગમાં...
ગુણ નહિરે ગવાય ગઢપણ માં
જય શ્રી કૃષ્ણ કનૈયા 🙏
ધન્યવાદ 🙏