આઇ યુ આઈ ની સારવાર શું છે? એ બાબત ની સામાન્ય જાણકારી ડો બેન્કર સાથે | Dr. Manish Banker

  Рет қаралды 4,677

Banker IVF

3 жыл бұрын

IUI treatment procedure explained by Dr. Manish Banker in Gujarati.
In this video, Dr. Banker shares detailed information regarding the IUI treatment procedure.
આઇ યુ આઈની સારવાર શું છે? ઇન્ટ્રાયુટેરિન ઇન્સેમિનેશન અથવા આઈયુઆઈ એટલે પુરુષના શુક્રાણુ લઇ ને સીધા સ્ત્રીના ગર્ભાશયમાં મુકવાની પ્રક્રિયા. આઇ યુ આઈ ની આ સારવાર ને વંધ્યત્વ માટેના ઉપચાર તરીકે ભલામણ કરવામાં આવે છે.
એન્ડોમેટ્રિઓસિસ, સર્વિક્સ અથવા સર્વાઇકલ મ્યુકસ, અનએક્સપ્લેનવંધ્યત્વ , વીર્યની ગતિ માં ઘટાડો કે વીર્યની ઓછી સંખ્યા વગેરે સમસ્યાવાળા દર્દી ને આઇ યુ આઈ ની સારવાર પ્રક્રિયા સૂચવવામાં આવે છે.
જો તમે અને તમારા સાથી આઈયુઆઈ ની સારવાર દ્વારા સગર્ભાવસ્થા પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરી રહ્યાં છો, તો ડૉક્ટર નીચેના મુજબ સારવાર ની પ્રક્રિયા કરે છે
- ડોકટરો સૌ પ્રથમ તમારી વંધ્યત્વનું કારણ સમજવા માટે વિગતવાર તપાસ , લોહી ની તપાસ અને અલ્ટ્રાસાઉન્ડ્સ સોનોગ્રાફી કરશે
- એકવાર બધી તપાસ દ્વારા તેઓ ખાતરી કરે કે તમારે સગર્ભાવસ્થા પ્રાપ્ત કરવા માટે વધુ સારવાર ની જરૂર છે તે પછી તેઓ સારવાર માટે ઉપલબ્ધ વિવિધ વિકલ્પો પર ધ્યાનથી વિચાર કરી તમારા માટે આઇ યુ આઈ ની સારવાર નો વિકલ્પ શ્રેષ્ઠ લાગશે , તો તમને આઇ યુ આઈ પદ્ધતિની ભલામણ કરશે.
- તમને આઇ યુ આઈ ની સારવાર વિષે ની પદ્ધતિ સમજાવ્યા પછી ડૉક્ટર તમને લોહીના પરીક્ષણ અને અલ્ટ્રાસાઉન્ડ સોનોગ્રાફી દ્વારા તમારા અંડાશય ની સ્થિતિ ની તપાસ કરવા માટે મુલાકાત નો સમય અને તમને અથવા તમારા સાથીને જરૂરી દવાઓ આપવામાં આવશે.
- પ્રજનનમાટે નો પ્રતિકૂળ સમય નક્કી થયા બાદ , પુરુષ ના વીર્ય માંથી ગતિશીલ શુક્રાણુ ને છુટા પાડવાની પ્રકિયા કરવામાં આવે છે
- ગતિશીલ શુક્રાણુ ની ક્ષમતા ની એકવાર ખાતરી કરી લીધા બાદ શુક્રાણુ ને ડૉક્ટર તમારા અથવા તમારા સાથીના ગર્ભાશયમાં દાખલ કરશે.
- તમારી આઈ યુ આઈ ની સારવાર ના બે અઠવાડિયા પછી, તમે અથવા તમારા સાથી ગર્ભાવસ્થા ની તપાસ કરવી શકો છો
- જો તમારી સારવાર નું સકારાત્મક પરિણામ ના મળે તો ડોકટર તમે આગળ ની સારવાર નક્કી કરવા બોલાવશે
સામાન્ય રીતે,આઈ યુ આઈ ની સારવાર માં એનેસ્થેસિયાની જરૂર હોતી નથી તેમજ સારવાર પીડારહિત હોય છે. આઈ યુ આઈ ની પ્રક્રિયા નો સમય સામાન્ય રીતે ૫ મિનિટ નો હોય છે . સામાન્ય રીતે આઈ યુ આઈ ની સારવાર દરમિયાન થોડી અગવડતા નો અનુભવ થઇ શકે છે.સામાન્ય દુખાવો અને થોડો રક્તસ્રાવ થવાની શક્યતા હોય છે.જો તમે અથવા તમારા સાથી ગર્ભાવસ્થા માટે આઈયુઆઈ ની દવા લઈ રહ્યા છો, અને તમને ચક્કર આવવા, ઉબકા કે ઉલ્ટી થવી , અચાનક વજન ઓછું થવું કે વજન વધવું , શ્વાસલેવા માં તકલીફ , પેડુ અથવા પેટમાં દુખાવો ,તાવ જેવી સમસ્યા થાય તો તુરંત તમારા ડૉક્ટર નો સંપર્ક કરવો .
આઇયુઆઈ ની સારવાર માં વધારે જોખમો હોતા નથી.સામાન્ય રીતે આઈયુઆઈ ની સારવાર નો સફળતા દર ૧૭% થી ૧૮ % હોય છે જે વ્યક્તિદીઠ અલગ હોય છે અને તે વ્યક્તિની ઉંમર, પ્રજનનમાટેની દવાઓ, શુક્રાણુ ની સંખ્યા તથા વંધ્યત્વને લગતી તકલીફ વગેરે પર આધારિત હોય છે.કેટલીક મહિલાઓ માત્ર એકવખત ની આઈયુઆઈ પ્રક્રિયા થી ગર્ભાવસ્થા પ્રાપ્ત કરે છે, જ્યારે કેટલાકને વધુ પ્રક્રિયા ની જરૂર હોય છે સામાન્ય રીતે ૩ પ્રક્રિયા સુધી સારવાર કરવી હિતાવહ છે. જો પ્રક્રિયામાંથી પસાર થતા સમયે તમે ચિંતિત અથવા ડરતા હો, તો તમારા પ્રિયજનો અથવા ચિકિત્સક સાથે વાત કરી શકો છો અથવા તમે આ સારવાર માંથી પસાર થઇ ચૂકેલા દંપતી ને મળીશકો છો . ડૉક્ટર તમને તમારા નિદાનના આધારે આઇયુઆઈની સારવાર નો સફળતા દર જણાવી શકે છે
વંધ્યત્વ વિશે વધુ જાણવા માટે, તમે આ લિંકનો સંદર્ભ લઈ શકો છો:
bankerivf.com/blog/when-to-consider-infertility-treatment-options/
એન્ડોમેટ્રિઓસિસ વિશે વધુ જાણવા માટે, તમે આ લિંકનો ઉપયોગ કરી શકો છો: bankerivf.com/blog/what-are-the-side-effects-of-endometriosis/
અમદાવાદના શ્રેષ્ઠ આઈવીએફ ડોક્ટર - ડો મનીષ બેન્કર સાથે મુલાકાત કરવા માટે, તમે અમારી વેબસાઇટની મુલાકાત લઈ શકો છો: bankerivf.com/
વંધ્યત્વની સારવાર પર વિગતવાર માહિતી અને અપડેટ્સ માટે: kzbin.info/door/lWI... પર સબ્સ્ક્રાઇબ કરો.
અમારા બ્લોગ્સ વાંચવા માટે bankerivf.com/blogs/ પર સબ્સ્ક્રાઇબ કરો

Пікірлер: 2
@monikajoshi6687
@monikajoshi6687 3 жыл бұрын
Iui pachi hairwash kari sakay? Till pregnancy confirm?
@cbchauhan1132
@cbchauhan1132 3 жыл бұрын
હા સર અમારે લુણાવાડા દવા ચાલે છે બધા જ રીપોટ સામન્ય છે પણ પ્રેગન્સી રહેતી નથી અમને તમારી હોસ્પિટલ મા દવા ચાલુ કરવાની સલાહ આપી છે ચોકસ પરીણામ મળસે સર
哈哈大家为了进去也是想尽办法!#火影忍者 #佐助 #家庭
00:33
火影忍者一家
Рет қаралды 126 МЛН
规则,在门里生存,出来~死亡
00:33
落魄的王子
Рет қаралды 32 МЛН
Every parent is like this ❤️💚💚💜💙
00:10
Like Asiya
Рет қаралды 26 МЛН
哈哈大家为了进去也是想尽办法!#火影忍者 #佐助 #家庭
00:33
火影忍者一家
Рет қаралды 126 МЛН