Рет қаралды 132
પાંચ દિવસ ચાલશે સેવા કેન્દ્ર * નડિયાદના કનૈયાલાલ લાલજીભાઈ સોની પ્રેરિત પદયાત્રા સેવા કેન્દ્ર 25 વર્ષ થી કાર્યરત.
સુપ્રસિદ્ધ અંબાજી ખાતે ભાદરવા પૂનમને અનેરુ મહત્વ છે. આ પૂનમ ભરવા માં અંબા ને નમવા, દર્શન કરવા સમગ્ર રાજ્ય અને રાજ્ય બહારથી લાખો ભક્તો પદયાત્રા કરે છે . અનેક સંઘો, યુવક મંડળ, વ્યક્તિગત પગે ચાલી ને માં અંબાના દર્શન કરી આનંદ અનુભવે છે. આ માટે તારીખ 12 થી 18 સપ્ટેમ્બર દરમિયાન અનેક લોકોના મંડળોના યુવા સંગઠનોના ઠેર ઠેર કેમ્પો ચાલે છે. તેવો જ એક કેમ્પ પ્રતિ વર્ષ છેલ્લા 25 વર્ષ થી અંબાજી થી હળાદ ગામે , ખેડા જિલ્લાના નડિયાદ ના અગ્રણી ગુરુજી પૂ. કનૈયાલાલ લાલજીભાઈ સોની તથા મીનાક્ષીબેન કે સોની ની પ્રેરણાથી કેમ્પ ધમ ધમે છે. આ કેમ્પ માં સતત પાંચ દિવસ આશરે સાતથી દસ લાખ જેટલા શ્રદ્ધાળુ પદયાત્રીઓ આવી રહ્યા છે. આરામ કરે છે . ભોજન પ્રાપ્ત કરે છે. જરૂર પડે તેમને આરોગ્યની સુવિધા પણ આપવામાં આવે છે. આ કેમ્પ નું ઉદઘાટન શ્રી સંતરામ મંદિર નડિયાદ ના પૂ. સંત નિર્ગુણદાસજી મહારાજ, પૂ. સત્યદાસજી મહારાજ ની ઉપસ્થિતિમાં, નડિયાદ બ્રહ્મર્ષિ સંસ્કૃત મહાવિદ્યાલય ના ઋષિ કુમારો ના મંત્રોચ્ચાર સાથે શરૂઆત થઈ હતી. આ પ્રસંગે સમગ્ર રાજ્યના વિવિધ જિલ્લાઓના અગ્રણીઓ સહિત જયદીપભાઇ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. કેમ્પની વિશેષતા ભોજન લેવા આવનાર પદયાત્રીઓ ને પૌષ્ટિક આહાર મળે, પદયાત્રીઓને આરામ મળે, તેમને આરોગ્ય લક્ષી સેવાઓ મળે તે તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આ કેમ્પ મા સેવા આપનાર ભાઈ બહેનો શેવા કેન્દ્રના સંચાલકો રાજકોટ સુરત મુંબઈ અમદાવાદ વડોદરા થી આવે છે. કેમ્પનું ઉદઘાટન પહેલા મા અંબાના ની તસ્વીર સાથે વાજતે ગાજતે શોભા યાત્રા રૂપી ફરીને કેમ્પમાં સ્થાપના કરવામાં આવી હતી. #viralvideo #ambajipadyatracamp