Рет қаралды 892,680
@meshwaLyrical
Presenting : Jena Mukhma Ramnu Naam Nathi | Lyrical | Ruchita Prajapati | Gujarati Devotional Bhajan |
#ram #shreeram #lyrical #gujaratibhajan #devotional
Album Name : Ram Bhajan - 02
Audio Song : Jena Mukhma Ramnu Naam Nathi
Singer : Ruchita Prajapati
Lyrics : Traditional
Music : Jayesh Sadhu
Genre : Gujarati Devotional Bhajan
Deity : Shree Ram
Temple: Ayodhya Ram Mandir
Festival : Ram Navmi
Label : Meshwa Electronics
જેના મુખ માં રામનું નામ નથી
તેનો મનુષ્ય તણો અવતાર નથી......(2)
જેને હરિકીર્તનમાં પ્રેમ નથી (2)
એને શ્રીહરિ કેરી રહેમ નથી
જેના મુખ માં રામનું નામ નથી
તેનો મનુષ્ય તણો અવતાર નથી(2)
જેને સંત-સેવામાં તાન નથી (2)
એને આ જગમાંહી માન નથી
જેના મુખ માં રામનું નામ નથી
તેનો મનુષ્ય તણો અવતાર નથી(2)
જેના હૃદયમાં પ્રભુ રામ નથી (2)
તેના અંતર માં આરામ નથી
જેના મુખ માં રામનું નામ નથી
તેનો મનુષ્ય તણો અવતાર નથી(2)
જેને ખરા ખોટાનું ભાન નથી (2)
એ સમજ્યા ખરા પણ સાન નથી
જેના મુખ માં રામનું નામ નથી
તેનો મનુષ્ય તણો અવતાર નથી(2)
જેની પૂજામાં શાલિગ્રામ નથી (2)
તેને વૈકુંઠ માં વિશ્રામ નથી
જેના મુખ માં રામનું નામ નથી
તેનો મનુષ્ય તણો અવતાર નથી(2)
જેના ઘરમાં નીતી ધર્મ નથી (2)
તેના ઘરમાં કશોયે મર્મ નથી
જેના મુખ માં રામનું નામ નથી
તેનો મનુષ્ય તણો અવતાર નથી(2)
જેના મુખમાં રામનું નામ નથી (2)
એ દુરીજનનું અહીં કામ નથી
જેના મુખ માં રામનું નામ નથી
તેનો મનુષ્ય તણો અવતાર નથી(2)
જે મોહ માયામાં રાચ્યા રહે (2)
એને પ્રભુ પોતાનો ક્યાંથી કહે
જેના મુખ માં રામનું નામ નથી
તેનો મનુષ્ય તણો અવતાર નથી......(2)