Рет қаралды 363,524
તો રાધા પૂછે કાનને
અન પ્રભુ કયા તમારો અવાજ
તુલસી પાને પીપળે વ્હાલા ભક્તો હૃદયથી પાસ
તો દુનિયામાંથી ક્યાય ક્યાય અન ક્યા બિરાજે રણછોડ
પણ તારા ભક્તોની બેડલી તારવા હે તારવા સદા સન્મુખ રહેજો શામળા
હે કાળા કાળા કાનજી ને રૂપાળા રણછોડ રાધે ગોવિંદા (૨)
શેઠ મારો શામળિયો ને દ્વારિકા છે ધામ રણછોડ રંગીલા .....
કાળા કાળા કાનજી ને રૂપાળા રણછોડ રાધે ગોવિંદ (૨)
શેઠ મારો શામળિયોને દ્વારિકા છે ધામ રણછોડ રંગીલા.....
સોનાની નગરી વાળો દેવ મારો દ્વારિકા વાળો
માધવ તારી મેડીયુ માં બોલે ઝીણાં મોર રણછોડ રંગીલા.....
કાળા કાળા કાનજીને રૂપાળા રણછોડ રાધે ગોવિંદા (૨)
ધજા બાવન ગજની ફરકે એને જોઈ હૈયું હરખે
સામે બેઠા શામળિયાને ગોમતીજી ભરપૂર રણછોડ રંગીલા.....
કાળા કાળા કાનજીને રૂપાળા રણછોડ રાધે ગોવિંદા (૨)
મને વાલો અમારો ઠાકર એને ભાવે મિસરી ને સાકર
સોના રૂપા ના ઢોલિયાને દીવડાં જાકમ જોળ રણછોડ રંગીલા....
વાલો મધુરી મોરલી વગાડે રાસ રસિયો રાસ રમાડે
ઝરમર વરસે મેહુલિયો ને વાદળીયુંઘનઘોર રણછોડ રંગીલા....
કાળા કાળા કાનજીને રૂપાળા રણછોડ રાધે ગોવિંદા (૨)