Рет қаралды 445
🌷👇🏻 ભજન નીચે લખીને આપેલ છે 👇🏻 🌷
ડોશી માં ને દુઃખના દાડા રે
સાંભળજો મોરલીવાળા રે. (૨)
ખાટલે બેઠા ડોશીમાં તો જુવે સખી ની વાટ
પાડોશ માંથી ડોશીમાં આવ્યા
વાતો કરવા કાજ
માંડ કરીને ડોશીમાં બેઠા ખાટલી ભાંગી ગઈ
ડોસી માં ને દુઃખના દાડા રે સાંભળજો મોરલીવાળા રે
ચા પીવાનું મન થયું ત્યાં ચા મળે નહીં
માંડ કરીને ચા મળી ત્યારે રકાબી ફૂટી ગઈ
ડોશીમાં ને દુઃખના દાડા રે સાંભળજો
મોરલીવાળા રે
ચીકણી સૂંઘવાનું મન થયું ત્યાં છીંકણી
મળે નહીં
માંડ કરીને ચીકણી મળી ત્યાં ડબ્બી
ઢોળાય ગઈ
ડોશીમા ને દુઃખના દાડા રે સાંભળજો
મોરલીવાળા રે
ગાડીમાં બેસવાનું મન થયું ત્યાં ગાડી મળે નહીં
માંડ કરીને ગાડી મળી ત્યાં તો ડોશી પડી ગઈ
ડોશી માં ને........
બે ચાર જણ દવાખાને લઈ ગયા
ડોક્ટર મળે નહીં
માંડ કરીને ડોક્ટર મળ્યા ડોશી મરી ગઈ
ડોશીમાં ને.......
ડોશીમાં ને શમશાને લઈ ગયા
લાકડા મળે નહીં
માંડ કરીને લાકડા મળ્યા ડોસી બેઠી થઇ
ડોશીમાં ને દુઃખ ના દાળા....