કુંતા અભિમન્યુને બાંધે અમર રાખડી રે...Kunta Abhimanyu ne bandhe Rakshabandhan bhajan

  Рет қаралды 31,229

ભક્તિમાં લીલાલેર છે

ભક્તિમાં લીલાલેર છે

Күн бұрын

કુંતા અભિમન્યુને બાંધે અમર રાખડી રે...Kunta Abhimanyu ne bandhe Rakshabandhan bhajan
other channel link
/ @rajnivoicegujarati
નમસ્તે મિત્રો ! ભક્તિમાં લીલાલેર છે ચેનલ માં આપનું સ્વાગત છે હું ગુજરાત જામનગરથી છું આ ચેનલ ના વિડીયો જોવા વાળા સબ્સ્ક્રાઇબ કરવા વાળા સૌને તેમજ ભજન ની youtube ફેમિલીને મારા જય શ્રી કૃષ્ણ🙏
મિત્રો આ ચેનલમાં નવા નવા ભજન કીર્તન ગરબા આરતી થાળ સાખીઓ ખુબ જ સરસ સાંભળવા જેવું મૂકવામાં આવે છે તો આ ચેનલ ના ભજન કીર્તન અવશ્ય સાંભળજો અને જો પસંદ આવે તો like share subscribe કરી કોમેન્ટમાં વિડીયો ગમે કે ન ગમે લખીને કેજો કેવો લાગ્યો છે આપના વિચારો કોમેન્ટમાં વ્યક્ત કરવાથી અમે અમારા ચેનલને સુધારો વધારો કરવામાં મદદરૂપ થશે બધાનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ 🙏
#કુંતાઅભિમન્યુનેબાંધેઅમરરાખડીરે
#શિવજીનુંસોમવારસ્પેશ્યલભજન
#ભોળાનાથનાદ્વારેમેળોજામે
#શ્રાવણમાસનાભજન
#shravanmasspecialbhajan
#મોબાઈલનુંભજન
#rakshabandhanspecial
#હિંડોળાભજન
#hindolabhajan
#rakshabandhanstatus
#ભક્તિમાંલીલાલેરછે
@ભક્તિમાંલીલાલેરછે
#bhajan #kirtan
#satsang
#gujaratibhajan
#krishnabhajan
#krishnasong
#prabhatiya
#santvani #gujarat
#newkirtan
#newbhajan
#garba #gujarati
#ramjibhajan
#shivjibhajan
#hanumanJibhajan
#hanumanchalisa
#matajibhajan
#bhagwatgeetagujarati
#gujaratisong
____________
કુંતા અભિમન્યુને બાંધે અમર રાખડી રે
દીકરા દુશ્મન ડરશે દેખી તારી આંખડી રે
મારા બાળુડા હો બાળ તારા પિતા ગયા પાતાળ
સાથે મામા શ્રી ગોપાળ કૌરવ કરવા કુળ સંહાર
કુંતા અભિમન્યુને....
માતા પેલે કોઠે કોણ આવી ઊભા રેશે રે
દીકરા પેલે કોઠે દ્રોણ ગુરુ ઊભા હશે રે
પહેલે કોઠે ગુરુ દ્રોણ એને જગમાં જીતે કોણ
કાઢી કાળ જેવું બાણ લેજો પલમાં એના પ્રાણ
કુંતા અભિમન્યુને બાંધે અમર રાખડી રે
દીકરા દુશ્મન ડરશે દેખી તારી આંખડી રે
માતા બીજા કોઠે કોણ આવી ઊભા હશે રે?
દીકરા બીજે કોઠે કૃપાચાર્ય ઊભા હશે રે
બીજે કોઠે કૃપાચાર્ય સામા સજ્જ કરી હથિયાર
મારા કોમળઅંગ કુમાર તેને ત્યાં જ દેજો માર કુંતા
કુંતા અભિમન્યુને બાંધે અમર રાખડી રે
દીકરા દુશ્મન ડરશે દેખી તારી આંખડી રે
માતા ત્રીજે કોઠે કોણ આવી ઊભા હશે રે?
દીકરા ત્રીજે કોઠે અશ્વત્થામા ઊભા હશે રે
ત્રીજે કોઠે અશ્વત્થામા એને મોત ભમે છે સામા
તેને થાજો કુવર સામા તેના ઉતારજો તમે જામા
કુંતા અભિમન્યુને બાંધે અમર રાખડી રે
દીકરા દુશ્મન ડરશે દેખી તારી આંખડી રે
માતા ચોથે કોઠે કોણ આવી ઊભા હશે રે?
દીકરા ચોથે કોઠે કાકા કર્ણ ઊભા હશે રે
ચોથે કોઠે કાકા કર્ણ એને દેખી ધ્રૂજે ધરણ
એને માથે આવ્યા મરણ તેનાં ભાંગજો તમે ચરણ
કુંતા અભિમન્યુને બાંધે અમર રાખડી રે
દીકરા દુશ્મન ડરશે દેખી તારી આંખડી રે
માતા પાંચમે કોઠે કોણ આવી ઊભા હશે રે?
દીકરા પાંચમે કોઠે દુર્યોધન ઊભા હશે રે
પાંચમે કોઠે દુર્યોધન પાપી તેને રીસ ઘણેરી
વ્યાપી તેને શિક્ષણ દેજો આપી
તેના મસ્તક લેજો કાપી
કુંતા અભિમન્યુને બાંધે અમર રાખડી રે
દીકરા દુશ્મન ડરશે દેખી તારી આંખડી રે
માતા છઠ્ઠે કોઠે કોણ આવી ઊભા હશે રે?
દીકરા છઠ્ઠે કોઠે મામા શૈલ ઊભા હશે રે
છઠ્ઠે કોઠે મામા શૈલ એને જન્મોજનમનો ખલ
એને ટકવા નો દઈશ પળ એનું અતિ ઘણું છે બળ
કુંતા અભિમન્યુને બાંધે અમર રાખડી રે
દીકરા દુશ્મન ડરશે દેખી તારી આંખડી રે
માતા સાતમે કોઠે કોણ આવી ઊભા હશે રે?
દીકરા સાતમે કોઠે જયદ્રથ ઊભા હશે રે
સાતમે કોઠે જયદ્રથ ઈ તો લડવૈયો સમરથ
એનો ભાંગી નાંખજે રથ એને આવજો બથ્થમબથ
કુંતા અભિમન્યુને બાંધે અમર રાખડી રે
દીકરા દુશ્મન ડરશે દેખી તારી આંખડી રે
ઉઠ્યા ચૌદ ભુવન ના નાથ વાલે ધર્યું બ્રાહ્મણ નું રૂપ
રાખડી તોડાવી તત્કાળ
રણ માં અભિમન્યુ રોળાય
કુંતા અભિમન્યુને બાંધે અમર રાખડી રે
દીકરા દુશ્મન ડરશે દેખી તારી આંખડી રે
જય શ્રી કૃષ્ણ કનૈયા 🙏
ધન્યવાદ 🙏
Disclaimer :~Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use.

Пікірлер: 2
@BhagvatibenGoswami-b6i
@BhagvatibenGoswami-b6i 25 күн бұрын
બહુ મસ્ત ભજન ગાય બહુ મસ્ત ભજન ગાયું
@user-jy2qw7vr8i
@user-jy2qw7vr8i 24 күн бұрын
ખૂબ ખૂબ આભાર 🙏 જય શ્રી કૃષ્ણ 🙏
Electric Flying Bird with Hanging Wire Automatic for Ceiling Parrot
00:15