Рет қаралды 13,276
મોરલી વાગી લાગી માધવ તારી
મોરલી વાલી લાગી
કૈલાશ માંથી પાર્વતીજી હાલ્યા
શિવ કહે છે સતી ક્યારે તમે હાલ્યા
અમારે જવું નાથ રાસલીલા જોવા
રાસ રાસડા ની રમજટ જામી કાનુડા તારી મોરલી વાલી લાગે
શિવ કહે છે સતી મારે પણ જવું
ત્યારે ભોળાના તમારે જવાય નહીં
થાશે અમારી હાંસી કનૈયા તારી
મોરલી વાલી લાગી
ઘમ્મરિયો ઘાઘરો ને નવરંગી ઓઢણી
મખમલના જામા પહેર્યા કાનુડા તારી
મોરલી વાલી લાગી
છુટ્ટી જટા નો શિવે અંબોડો વાળ્યો
કાનમાં કુંડળ પહેર્યા કાનુડા તારી
મોરલી વાલી લાગે
ભભુત ભૂસી ને શિવે કુમકુમ લગાવ્યા
શેથા માં સિંદૂર પુર્યા કાનુડા તારી
મોરલી વાલી લાગે
નાગ ઉતારીયા શિવે હારલા પહેર્યા
નાકમાં નથણી પહેરી કાનુડા તારી
મોરલી વાલી લાગી
સર્વ ગોપી એ ઝાંઝર પહેર્યા
નવી એ ઘુઘરા બાંધ્યા કનૈયા તારી
મોરલી વાલી લાગે
સર્વ ગોપી એ પાલવ વાર્યા
નવી એ ઘુંઘટ તાણ્યા કાનુડા તારી
મોરલી વાલી લાગે
સર્વ ગોપીઓ ખમકારી હાલતી
નવી એ ખેલ બગાડ્યો કાનુડા તારી
મોરલી વાલી લાગી
સર્વ ગોપી નો હરી હાથ રે જલતા
નવી ને બાથમાં લીધી કનૈયા તારી
મોરલી વાલી લાગી
હળવે કરીને કાનો ઘુંઘટ ખોલ્યા
આરે ભોળાનાથ શું રે વેશ ધર્યા
ઘરની નારી મને સાથે ના લાવે
તમારા દર્શન ની લગની કાનુડા તારી
મોરલી વાલી લાગે
મહેતા નરસિંહના સ્વામી શામળિયા
અરજી સુનો ને મારી કાનુડા તારી
મોરલી વાલી લાગી
હરિહર ગાથા જે કોઈ ગાશે
વ્રજમાં વાસો થાશે કનૈયા તારી
મોરલી વાલી લાગે
🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀
krishnabhajan #gujaratibhajan #radhakrishnabhajan #bhaktisangeet #vaikunthbhajanmandalvadodara #jayshreekrishna #gujaratidevotionalsongs #krishnaprem #bhajanlovers #krishnabhakti #radhakrishnasongs #bhajan2024
#kanhakebhajan #krishnakanhaiya #bhajangujarati
#gujaratibhaktisongs #gujaratidevotionalmusic #harekrishna #shreekrishnabhajan #radharanibhajan #spiritualsongs2024 #bhaktibhajan
#gujaratispiritualsongs #bhajankirtan #bhajanvideo #kirtanbhajan #devotionalgujarati #KrishnaFluteBhajan #bhajancollection #latestbhajan2024 #krishnagovinda #govindakrishna #krishnadevotion #radhakrishnaprembhajan #gujaratisong2024 #krishnalovers #gujaratisangeet #radhaprembhajan