Рет қаралды 17,371
#માંડવીના ગોધરામાં ગૌરી ગરવાના હત્યા કેસમાં ન્યાય માટે મૌન રેલી યોજાઈ...
#Kutchkanoonandcrime #kkcnews #youtube #news #kutchnews
#youtubenews #newschannel #politicnews #crime_news #newschannel #samachar #newstoday #newsheadlines
#Social #media #gujratnews
#Breakingnews #dailynews
#dailynewsupdate #dailynewstelevision
#mundranews #bhujnews #abadasanews #nakhtrananews
#anjarnews #bhachaunews
#gandhidhamnews #raparnews
#mandvinews #samachar
#kkccrimenews
#gaurigarva #godhra #ગૌરીગરવાગોધરા
#કચ્છના માંડવી તાલુકાના ગોધરા ગામમાં ગૌરી ગરવાની સાગર સંઘાર દ્વારા જાહેરમાં કોઈ પણ પ્રકારનું ડર રાખ્યા વિના ક્રૂરતા પૂર્વક ઘાયલ હથિયારોથી હત્યા કરવામાં આવી હતી. આ ઘટનાથી સમગ્ર કચ્છમાં ચકચાર મચી ગઈ છે અને મહિલાઓની સુરક્ષા અંગે સવાલો ઉઠવા લાગ્યા હતા. ગૌરી ગરવાને ન્યાય મળે અને હત્યારાને તાત્કાલિક ફાંસીની સજા થાય તે માટે ભુજમાં ડો. બાબા સાહેબ આંબેડકરજીની પ્રતિમા પાસેથી વિશાળ મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં હજારોની સંખ્યામાં સમાજના લોકો, અલગ અલગ સામાજિક આગેવાનો, સાધુ-સંતો, અને સર્વ સમાજના પ્રતિનિધિઓ, રાજકીય આગેવાનો જોડાયા હતા.
#બેટી બચાવો, દેશ બચાવો" અને "દીકરીઓને સુરક્ષા આપો" જેવા બેનરો સાથે લોકો ન્યાય માટે રેલીને સમર્થન આપ્યું હતું.
#કચ્છ મોરબીના સાંસદ વિનોદ ચાવડા અને ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીએ પણ રેલીમાં હાજરી આપી પીડિત પરિવારને સાંત્વના આપી હતી અને ઝડપથી આ ગુન્હામાં સંડોવાયેલ આરોપીને સજા થાય તેવી રજૂઆત સાથે સાથે આવી કોઈ ઘટના બીજીવાર ન બને તે માટે સરકારમાં ઠોસ રજૂઆત કરવામાં આવશે તેવા આશ્વાશન સાથે રેલીના જોડાયા હતા. રેલીના અંતે કચ્છ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં હત્યારાને તાત્કાલિક ફાંસીની સજા આપવા અને મહિલાઓ દીકરીઓની સુરક્ષા માટે કડક પગલાં ભરવાની માંગ કરવામાં આવી હતી. ગરવા સમાજના પૂર્વ પ્રમુખ ડો. રમેશ ગરવાએ જણાવ્યું કે, આ રેલી કચ્છના લોકોની એકતા અને ન્યાય માટેની લડતનું પ્રતિક છે. સમગ્ર કચ્છમાં "ગૌરીને ન્યાય અપાવો" ના નારા ગુંજ્યા હતા. આવી ઘટના સામે કડક કાર્યવાહી કરવાની અને સમાજમાં મહિલાઓ માટે સુરક્ષાનું વાતાવરણ ઊભું કરવા રજૂઆતો કરવામાં આવી હતી.