Рет қаралды 204,117
ઓ મોરલીવાળા મારે ઘેર પધારજો
ઓ ડાકોર વાળા મારે ઘેર પધારજો
વાટલડી જોઉં છું તમારી વેલેરા પધારજો પ્રભુ મારે ઘેર પધારજો
ઓ મોરલીવાળા મારે ઘેર પધારજો
રોજ રોજ તમને યાદ કરું છું ફરી ફરીને સાદ કરું છું
આંગણું મારૂ પાવન કરવા પ્રેમથી પધારજો પ્રભુ મારે ઘેર પધારજો
સ્વાગતમાં હું પુષ્પ ચઢાવું
માંખણ મિસરી નો ભોગ ધરાવું
ભાવભિનુ આમંત્રણ મારું સ્નેહ થી સ્વીકાર જો
પ્રભુ મારે ઘેર પધારજો
ઓ મોરલીવાળા મારે ઘેર પધારજો
ઓ ડાકોર વાળા મારે ઘેર પધારજો
આ અંતરમાં છે અંધારું
દેજો મુજને તમે અજવાળુ
ચરણ કમળમાં આસરો દેવા હાથ તારો લંબાવજે
પ્રભુ મારે ઘેર પધારજો
મને ગમે છે નામ તમારું
વાલુ લાગે રટણ તમારું
નટવર નાગર નંદ દુલારા રાસે રમવા આવજો..... પ્રભુ મારે ઘેર પધારજો
આજે જોઉં છું વાટ તમારી
દર્શન દેજો કુંજ બિહારી
આનંદ મંગલ મુજને થાશે જ્યારે તમે પધારશો... પ્રભુ મારે ઘેર પધારજો