Рет қаралды 454
સવા શેર ઘી ની માની લાપસી રે માં દીવડા જગ મગ થાય રે ખોડીયાર માં
સમરણ કરુ ત્યારે આવજો રે માં
મામડ ચારણની દીકરી રે માં સાતે બેનડીયુની સાથ રે ખોડીયારમાં સ્મરણ કરુ ત્યારે આવજો રે માં
આવી આઠમ ની રાતડી રે માં લાપસી ના નિવેદ ધરાવું રે ખોડીયાર માં નિવેદ જમવાને વેલા આવજો ખોડીયાર માં
સોના કેરાં બાજોઠ ધળાવું રે ખોડીયાર માં મગર સવારિયે આવો રે ખોડીયાર માં માટેલ ધરે થી માડી આવજો રે માં
સૂમલદે નું સત રાખ્યું રે માં નવઘણ ની નજરું રાખતી રે માં રાખો મારા કુલ ની તમે લાજ રે કુળદેવી મા સમરણ કરું ત્યારે આવજો રે માં
ધુન મંડળ ની વિનતી રે માં એકવાર દર્શન આપો ને ખોડીયાર મા ખમકારા કરજો ખોડીયાર જી રે માં