Рет қаралды 652
ઓ રણુજા વાળા રામા ધણી તમારા દર્શન કરવા આવી છું તમારા દર્શન કરવા આવી છું તમારી ઝાંખી કરવા આવી છું
હું તારે મંદિર આવી છું ને લીલો ને જો લાવી છું
નવેખંડ માં એના નિશાન પડે એવો નેજો ચડાવવા આવી છું
ગૌરી ગાયના દૂધડા લાવી છું ને દેગ જમાડવા આવી છું
તમે દેગ જમો ને મારા રામાપીર હું પ્રેમે પ્રસાદ લાવી છું
હું ભમ્મર ભાલા લાવી છું ને તમને ધરાવવા આવી છું
તમે હરખે ધરો ને મારા રામા ધણી હું ભમર ભાલા લાવી છું
હું લીલો ઘોડો લાવી છું ને તમને બેસાડવા આવી છું...
તમે ઘોડલિયે અશ્વરી કરો. હું હરખે ઘોડો લાવી છું
જળ જમુના ના હું લાવી છું ને આચમન કરાવવા આવી છું
તમે આચમન કરો ને મારા રામાપીર
હું જળ જમુનાના લાવી છું
હું પાન ના બિડલા લાવી છું ને મુખવાસ કરાવવા આવી છું
તમે મુખવાસ કરો ને મારા રામા ધણી
હું પાનના બીડલા લાવી છે
#સત્સંગ #કીર્તન #gujarati_bhakti_geet
#gujarati_kirtan #gujarati_traditional_kirtan #satsang_kirtan
#ગુજરાતી_કીર્તન #bhajan_kirtan #ભક્તિ_સંગીત