Рет қаралды 259
નમસ્કાર.
વાચક શ્રોતાઓ!
શ્રી સયાજી વૈભવ સાર્વજનિક પુસ્તકાલય અને
શ્રી નરેન્દ્ર હીરાલાલ પારેખ જ્ઞાનધામ, નવસારીની અવિરત ચાલતી "મને ગમતું પુસ્તક - સર્વજન વાર્તાલાપ" શ્રેણીમાં આ મહિના અંતર્ગત
વક્તા : પ્રિ. ડૉ.પૃથુલભાઈ દેસાઈ
પુસ્તક : Einstein - His Life and Universe
લેખક : Walter Isaacson
આ પુસ્તકનો સુંદર રસાસ્વાદ માણ્યો.
"મને ગમતું પુસ્તક" ચોથા શનિવારની શ્રેણીમાં ચાલો, જાણીએ મહાન પ્રતિભા આલ્બર્ટ આઇન્સ્ટાઇનના જીવનને. સામાન્ય માણસમાંથી અસામાન્ય અને અસાધારણ વ્યક્તિ સુધી પહોંચવાની સફરને ઇતિહાસકાર અને પત્રકાર Walter Isaacson દ્વારા "Einstein -His Life and Universe" પુસ્તકમાં અદ્ભુત રીતે દર્શાવાઈ છે.
સર્જનાત્મકતા અને સ્વતંત્રતાના અનોખા સમન્વય ધરાવતા વૈજ્ઞાનિકના સંપૂર્ણ જીવનચરિત્ર સમાવતા પુસ્તકનો આસ્વાદ કરાવશે વિષયના અધિકૃત વ્યક્તિ પ્રિ. ડૉ. પૃથુલભાઈ દેસાઈ. માત્ર ભૌતિકશાસ્ત્ર જ નહીં પરંતુ સંપૂર્ણ વિજ્ઞાનશાસ્ત્રનું સતત દર્શન, ચિંતન અને મનન કરતા રહેતા અભ્યાસુ સંશોધનકર્તા અને સુરતની જાણીતી પી.ટી.સાર્વજનિક કોલેજ ઓફ સાયન્સનું સફળતાથી સુકાન સંભાળતા ડૉ. પૃથુલભાઈ દેસાઈ દ્વારા મહાન વૈજ્ઞાનિકના જીવનદર્શન વિશેના પુસ્તક પરના વાર્તાલાપમાં પધારવા પુસ્તકાલય પરિવાર હાર્દિક આમંત્રણ પાઠવે છે.