Рет қаралды 679
પોરબંદર ના જયુબેલી પુલ થી ગાયત્રી મંદિર થઇ જીઆઇડીસી તરફ જતા રસ્તે છેલ્લા દસ દિવસ થી સ્ટ્રીટ લાઈટો બંધ હોવાથી અંધારપટ છે જેના લીધે અહીંથી નિયમિત પસાર થતા હજારો રાહદારીઓ અને વાહનચાલકો ને મુશ્કેલી પડી રહી છે આથી વહેલીતકે લાઈટ નું સમારકામ કરવા માંગ ઉઠી છે
પોરબંદરના જયુબેલી પુલ પાસે ના વીજપોલ સાથે દસ દિવસ પહેલા બોલેરો વાહન અથડાતા અહીંથી ગાયત્રીમંદિર થઇ જીઆઇડીસી સુધી ના રસ્તા પર ની સ્ટ્રીટ લાઈટ બંધ થઇ હતી હજુ સુધી મહાનગરપાલિકા દ્વારા તેનું સમારકામ કરવામાં આવ્યું ન હોવાના કારણે અંધારપટ જોવા મળી રહ્યો છે.આ માર્ગ પર થી દરરોજ ખાપટ થી લઇ જુબેલી બોખીરા,જીઆઇડીસી વિસ્તાર ની તમામસોસાયટીઓ માં વસવાટ કરતા લોકો,યાર્ડ ના વેપારીઓ,ઉધોગકારો અને શ્રમિકો સહીત હજારો લોકો નિયમીત પસાર થાય છે પરંતુ સાંજ પડતા જ માર્ગ પર અંધકાર છવાઈ જતો હોવાથી લોકો ને ભારે મુશ્કેલી નો સામનો કરવો પડી રહ્યો છે ખાસ કરી ને યુવતીઓ અને મહિલાઓ ને મોડી સાંજે રસ્તા પર અંધારા ના કારણે અઘટિત ઘટના બને તેવો ભય રહે છે નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બનતા કામગીરી માં સુધારો આવશે તેવી આશા લોકો રાખી રહ્યા હતા પરંતુ હાલ તો સમસ્યાઓ માં વધારો થતો હોય તેવું જણાઈ રહ્યું છે અહી કોઈ અકસ્માત સર્જાય કે કોઈ અનિચ્છનીય બનાવ બને તે પૂર્વે તમામ લાઈટો શરુ કરવા માંગ ઉઠી છે
જયુબેલી પુલ થી ગાયત્રી મંદિર જતા રસ્તે વર્ષો ની રજૂઆત બાદ તાજેતર માં જ રૂ. 32 લાખના ખર્ચે 164 જેટલી સ્ટ્રીટ લાઈટ મૂકવામાં આવી હતી અને ૩ માસ પહેલા જ આ રોડને ઝળહળતો કરવામાં આવ્યો હતો ત્યારે ફીટ કરાયા ના ૩ માસ જેટલા ટૂંકા ગાળા માં જ સામાન્ય અકસ્માત માં પણ લાઈટો બંધ થઇ જતા તેની ગુણવતા પર પણ સવાલો ઉઠી રહ્યા છે