Рет қаралды 143
પ્રભુ તમે છો મારા જીવન રથના સારથી...
પ્રભુ તમે છો મારા જીવન રથનાં સારથી...
જ્ઞાન-ગીતા ઉપદેશી મુજને... (૨) બનાવજો પરમાર્થી..
મારા જીવન રથના સારથી...
મારું તારું મનથી મુકું... ભક્તિ કેરો પંથ ન ચુકુ
હૈયુ મારૂં કદીના વિસરે.. (૨) આ દુનિયા છે સ્વાર્થી.
મારા જીવન રથના સારથી...
તું લઈ જાયે ત્યાં હું જાઉં, તુજ સંગાથે જીવન વિતાવું
પરવા જગની હવે ન કરતો... (૨) તારો બન્યો છું જયારથી..
મારા જીવન રથના સારથી...
જ્ઞાન ભકિત બે પૈડા રથના, ચલાવવાને હું સમરથના
મનનાં ઘોડાઓ દોડે છે... (૨) જયાં ત્યાં બેદરકારથી..
મારા જીવન રથના સારથી...
કર્મ કરૂં પણ ફળના માંગુ, જગમાં રહી જગ મનથી ત્યાગુ
કણ કણમાં કરૂં દર્શન તારા... (૨) એવી દ્રષ્ટિ ત્યારથી
મારા જીવન રથના સારથી...-
પુનિત આ જીવન સોંપ્યુ તુજને, પાર કરી દે ભવથી મુજને.
ચિંતા સધળી છોડી દીધી...(૨) તારે...ચરણે આવ્યો જયારથી.
મારા જીવન રથના સારથી..
સ્વ.શ્રી કિશોરભાઇ ચાવડા (ભૂતપૂર્વ પ્રમુખ) ની 23 મી માસિક પુણ્યતિથિ નિમિતે રાખેલ ધૂન
25-11-2024
રાજકોટ
VID 20241125 222034