વાહ ભાણેજ.... ખરે ખર તમારો પ્રેમ પણ રાજા ભરથરી અને પિંગળા જેવો છે. જે ભજન માં દેખાય છે.... ધન્ય છે ભાણેજ ધન્ય છે
@KanubhaiSindha-e9r28 күн бұрын
Kalamar સિંધાવિરલ કનુભાઈ
@sunildesai518411 ай бұрын
Jay Ho Santvani, Jay Ho Kirtidanbhai
@C_B_SOLANKI11 ай бұрын
એક દિવસનો સમય છે, ઉજ્જૈન નગરી ની અંદર રાજા ભર્તુહરી અને સતી પિંગલા ઝરૂખામાં બેઠા છે. અને ગામના નગરશેઠ સ્વધામ જતા રહ્યા છે, અને નગરશેઠના પત્ની પોતે પતિની પાછળ સતી થવા જાય છે.જાન, ઢોલ, ત્રાસા વાગતા જાય છે આગળ લોકો નાચતા જાય છે, કીર્તન ગાતા જાય છે. બરોબર ભર્તુહરી ની હવેલી ની નીચે નીકળે છે ત્યારે પિંગલા પૂછે છે ભર્તૃહરી ને સ્વામિનાથ આ બધું શું થઈ રહ્યું છે? આ શોર બકોર શાનો છે? ભર્તૃહરિ કહે તમને ખબર નથી સતી?કહે ના ખબર હોય તો જ પૂછુ ને ! ભર્તૃહરિ કહે આપણા ફલાણા નગરશેઠ જે હતા એ દેવ થઈ ગયા એટલે એમની પત્ની હવે એમની પાછળ સતી થવા જાય છે. પિંગલા કહે સતી થવા જાય છે? રાજા ભર્તુહરી કહે હા ! પિંગલા કહે સતી થવાતું હશે? રાજા કહે હા કેમ? પિંગલા કહે સતી કઈ થવાની કાંઇ વસ્તુ છે?સતી તો હોય એ હોય જ એમાં થવાનું શું હોય? ભર્તુહારી કહે ના એમના પતિની પાછળ પોતે ચિતામાં બેસી અને પતિના માથાને ખોળામાં રાખી અને સાથે સળગીને મરી જાય, તેમજ તેના મુખની રેખા ન બદલે, ઉકડાટ ન કરે અને પોતે દુઃખી થાય એવું કાંઈ પણ જગતને જણાવશે નહીં. પિંગલા કહે તો શું આને સતી કહેવાય? રાજા કહે તો સતી કોને કહેવાય? પિંગલા કહે આને સતી ન કહેવાય આને સુરી કહેવાય એટલે કે શૂરવીરતા વાળી બાઈ (સ્ત્રી). ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ મા શૂરવીરતા હતી તો આને સુરી કહેવાય સતી ન કહેવાય. ભર્તુહરી કહે તો સતી કોને કહેવાય? પિંગલા કહે સતી તો એને કહેવાય જેના પતિ દેવ થઈ ગયા એવુ સાંભળતા જ એના પણ પ્રાણ નીકળી જાય એટલે સાથો સાથ એ પણ મરણ પામે એને સતી કહેવાય. ભર્તુહરી કહે આવી સતીઓ હોય ખરી? પિંગલા કહે કેમ ન હોય આજે દુનિયામાં એવી કોઈ વસ્તુ નથી જે ન હોય. ભર્તુહરી કહે આવી સતીઓ ના દર્શન કરવા હોય તો ક્યાં કરી શકીએ? પિંગલા કહે એ હુ હવે તમને કેમ કહી શકું? પિંગલા રાજા ભર્તુહરી ને આડકતરી રીતે સમજાવે છે કે હું પણ એક સતી જ છું! ભર્તુહરી કહે તો તો આપણા ઘરમાં જ સતી ના દર્શન થાય એમ છે, બીજે આગળ શું કામ ગોતવા જવું છે. આ વાતને રાજા ભર્તૃહરિ એ મગજમાં રાખી લીધી. લાંબા સમય બાદ રાજા ભર્તૃહરિ શિકાર કરવા જાય છે. શિકાર કરવા જાય છે ત્યાં નાનાભાઈ વિક્રમાદિત્ય પણ સાથે હોય છે. જંગલમાં આગળ નીકળી ગયા પછી રાજા ભર્તૃહરિ એ વિક્રમાદિત્યને બોલાવીને કહ્યું ભાઈ તું અહીંથી ઘરે જા આપણા રાજ દરબારમાં રાજમહેલમાં જઈ અને એવું નાટક કર કે પિંગલા ને એમ નક્કી થઈ જાય કે હું મરી ગયો છું. વિક્રમાદિત્ય કહે છે મહારાજ આટલું બધું અસત્ય મારા થી કેમ બોલવું? બીજા માટે બોલાય પણ તમારા મારે મારા થી આ કેમ બોલાય? ભર્તુહરી કહે હું કહું છું ને તું જા. વિક્રમાદિત્ય એ કહ્યું તમે મરી ગયા છો એવા શબ્દો મારા મોઢા માંથી કાઢવા એ એક મોટું પાપ છે. ભર્તુહરી કહે મોટા ભાઈ તરીકે હું તને હુકમ કરું છું! તો કહે આવો હુકમ હું માનવા તૈયાર નથી. ભર્તુહરી કહે હું તને ભાઈ તરીકે નહીં રાજા તરીકે હુકમ કરું છું તારે આ કામ કરવું પડશે, લાચારી થી વિક્રમાદિત્ય રાજ દરબાર માં જાય છે, એક દમ સ્થિર છે ને આંખ મા આંસુ લાવી ઊભા રહે છે . પિંગલા વિચાર કરે છે કે હે વિક્રમાદિત્ય તમે એકલા કેમ? વિક્રમાદિત્ય કહે છે માતાજી કાંઈ પૂછો મા ! પિંગલા કહે હે છે શું?? વિક્રમાદિત્ય કહે માતાજી કાંઇ વાત કરવા જેવી નથી! પિંગલા કહે જે હોય તે વાત કર મોડું કર મા ! શું છે? હકીકત જે સત્ય હોય તે કહી દે. વિક્રમાદિત્ય કહે હું અને મારા મોટા ભાઇ જંગલમાં ગયા ને ખૂબ આગળ નીકળી ગયા અને સિંહ નો ભેટો થયો, મારા મોટા ભાઇ એ તીર તો માર્યું પણ તીર ફેલ ગયું વાગ્યું નહીં ને સિંહ એ એમના ઉપર હુમલો કરી દીધો પછી મારી પાસે શબ્દો નથી, મારા થી બોલાતુ નથી. અને એવી પરિસ્થિતિ થઇ ને મારા ભાઈ..... હે..હે.. કરતા પિંગલા ના પ્રાણ નીકળી ગયા, પ્રાણ નીકળી ગયા ને ત્યાં જ ઢગલો થઈ ગયા. દૂર થી વૈદો ને બોલાવ્યા ને તપાસ કરી પણ કીધું આમાં કાંઈ છે નઈ, ત્યાં તો ભર્તુહરી આવે છે ને જોવે છે તો એના પછતાવાનો કાંઈ પાર નહી રહેતો , એમને ખૂબ દુખ થયું ખૂબ પછતાવો થયો કે પોતે આના નિમિત્ત બન્યા. બસ ત્યાં થી જ એક શબ્દ નીકળી ગયો એના મોઢા માંથી " પિંગલા , પિંગલા ,પિંગલા ને પિંગલા બીજી કાંઇ વાત નહી ! સ્મશાન યાત્રા ગઇ, લોકો સમજાવી સમજાવી ને થાકી ગયા મહારાજ શરીર છે તો એકને એક દિવસ પડવાનું જ છે, આમ તેમ બધું કીધું પણ રાજા ના મગજ માંથી આ વાત નીકળે નહીં! પિંગલા, પિંગલા, પિંગલા, પિંગલા બીજી કાંઇ વાત નહી. એક દિવસ, બે દિવસ, ચાર દિવસ, આઠ દિવસ અને નવ દિવસ
@C_B_SOLANKI11 ай бұрын
થયા ને પિંગલા નું શરીર તો બળી ને ભસ્મીભૂત થઈ ગયું. સામે રાખ નો ઢગલો પડ્યો છે ને એની સામે જોઈને આમ કરે છે કે પિંગલા, પિંગલા ! દાઢી વધી ગઈ છે ને વસ્ત્રો નું ઠેકાણું નથી, ખાવા પીવાનું ભાન નથી એક જ રટણ છે પિંગલા. એ સમયે સોરઠ મા ગીર પર્વત ઉપર નવ નાથ બિરાજે છે , મચ્છિંદ્રનાથ ગોરખનાથજી ને હુકમ કરે છે કે હવે તમે ઉજ્જૈન જઈ અને ભર્તુહરી ને ચેતાવવો , ગોરખનાથજી જાય છે ને વિચાર કરે છે કે મારે હવે આને ચેતાવવો કઈ રીતે આને કઈ ભાન નથી બસ પિંગલા, પિંગલા, પિંગલા અને પિંગલા નું રટણ કર્યા કરે છે. ગોરખનાથ એ એક હાંડલી લીધી માટી ની અને ગળા મા બાંધી દીધી એવી રીતે ગાંઠ વાળી કે ભર્તુહરી આમ જરાક દોરો ખેંચે કે માટલી નીચે પડે, બે ત્રણ વાર આંટા માર્યા પણ ભર્તુહરી એ આમ ઊંચું ન જોયું એની નજર રાખ ના ઢગલા સામે હતી ને પિંગલા, પિંગલા, પિંગલા નું રટણ ચાલુ હતું. અને થોડી વાર પછી આમ નજર પડી ને ઊંચું જોયું તો ગોરખનાથજી ના હાથ માંથી દોરી આમ છૂટી ને માટલી પડી નીચે, મેરી મટકી, મેરી મટકી, મેરી મટકી તું ને મુજ પર કિતનાં અહેસાન કિયા થા, કિતના તુને મુજે ભોજન ખિલાયા, ફરી પાછા મેરી મટકી, મેરી મટકી કરવા લાગ્યા. ભર્તુહરી વિચારવા લાગ્યો કે આ મટકી પાછળ જોગી આટલા બધા દુખી થઈ ગયા છે અરરરર...! પછી ભર્તુહરી એ કહ્યું મહારાજ તમે કહો એટલી મટકી હું લાવી આપીશ એમાં મટકી, મટકી શું કરો છો? તો ગોરખનાથ એ કહ્યું ભર્તુહરી તો હું પણ તું કહે એટલી પિંગલા લાવી દઈશ યહ પિંગલા, પિંગલા ક્યાં કરતા હે કહા હે પિંગલા ? ભર્તુહરી ને રાખ કી તરફ દેખ કે બોલા યહ હે પિંગલા , તો ગોરખનાથજી ને બોલા તો ઈસમે से એક પિંગલા ખડી હો શક્તિ હે! ભર્તુહરી એ કહ્યું શું વાત કરો છો મહારાજ! ગોરખનાથજી એ કહ્યું સહી बात હે બિલકુલ સહી बात હે. ભર્તુહરી બોલા ફિર તો આપ હિ मेरे ભગવાન હો કૃપા કરીને મારી પિંગલા મને પાછી આપી દો. કુંડળ માંથી જળ લઈ ગોરખનાથજી એ પિંગલા ની વિભૂતિ પર છાંટી પ્રયોગ કર્યો બરોબર એ સમયે નાચવા વાળી એક બાઈ (સ્ત્રી) હતી એનો પ્રાણ છૂટે છે, એ પ્રાણ ને પોતાની શક્તિ થી ગોરખનાથજી આમાં પુરે છે, એ જીવાત્મા પિંગલા તો અસલ હતી એ તો વહી ગઈ પણ આ નાચગાન કરવા વાળી બાઈ હતી એનું પ્રાણ છુટી ગયો ને પોતાની ભજન શક્તિ થી, ભજન બળ થી આ સ્મશાન માં ઉભી કરી દીધી, આ પિંગલા હવે જીવ કેવો હતો કોને ખબર ? (જેને નાટક માં ખોટી રીતે ચીતરવામાં આવી છે, અમરફળ નો જે ઇતિહાસ છે એ આ પિંગલા ની વાત કરવામાં આવી છે.) સતી પિંગલા તો વહી ગઈ હવે પાછી આવે નહીં એટલે કીધું. " પેલા પેલા જુગ માં રાણી તું હતી પોપટીને અમે રે પોપટ રાજા રામના હો જી અમે રે પોપટ રાજા રામના", ઓતરા તે ખંડમાં આંબલિયો પાક્યો ત્યારે સુટ્લે મારેલ મુને સાંચ રાણી પિંગળા, ઈ રે પાપીડે મારા પ્રાણજ હરીયા ને તોયે નો હાલી મારી સાથ રાણી પિંગળા, એવા દલડા સાંભળો ખમ્મા પુરવ જનમના સહવાસના, બીજા બીજા જુગમાં રાણી તું હતી મૃગલીને અમે રે મૃગેશ્વર રાજા રામના, વનારતે વનમાં પારધીએ ફાસલો બાંધ્યો પડતા છાંયડા મેં મારા પ્રાણ રાણી પિંગળા, ઈ રે પાપીડે મારા પ્રાણજ હરીયા ને તોયે નો હાલી મારી સાથ રાણી પિંગળા, ત્રીજા ત્રીજા જુગમાં રાણી તું હતી બ્રહ્માણી ને અમે રે તપેશ્વર રાજા રામના, ખુડલીક વનમાં ફૂલ વીણવા જાતા તે દી ડસીયેલ કાલુડો નાગ રાણી પિંગળા, ઈ રે પાપીડે મારા પ્રાણજ હરીયા ને તોયે નો હાલી મારી સાથ રાણી પિંગળા, ચોથા ચોથા જુગમાં રાણી તું હતી પિંગળા ને અમે રે ભરથરી રાજા રામના, ચાર ચાર જુગમાં સહવાસ વેઠ્યો તો યે ના હાલી મારી સાથ રાણી પિંગળા, એવા દલડા સાંભળો ખમ્મા પુરવ જનમના સહવાસના,