Рет қаралды 6,115
રઘુપતિ રાઘવ રાજારામ એવો પતિ મને મળે ભગવાન
રોજ સવારે ચા બનાવે
ચા બનાવીને મને પીવડાવે
પછી કહે ચા પીવો મારી જાન એવો પતિ મને મળે ભગવાન
રઘુપતિ રાઘવ રાજારામ એવો...
10 વાગે એ તો ઓફિસ જાયે
ઓફિસ જઈને ફોન લગાવે
ફોનમાં કહે શું કરે મારી જાન એવો પતિ મને મળે ભગવાન
રઘુપતિ રાઘવ રાજારામ એવો...
રવિવારે પિક્ચર જોવા લઈ જાય
પિક્ચર જોયા પછી ડિનર કરાવે
પછી પૂછે આઈસ્ક્રીમ ખાવો મારી જાન એવો પતિ મને મળે ભગવાન
રઘુપતિ રાઘવ રાજારામ એવો પતિ...
દર મહિનાનો પગાર લાવે
પગાર લાવી મારા હાથમાં આપે
પછી કહે વાપરો મારી જાન એવો પતિ મને મળે ભગવાન
રઘુપતિ રાઘવ રાજારામ એવો પતિ..
રોજ રાતે સુવાની પથારી કરે
પથારી કરીને એ ચાદર પાથરે
સવારે ઊઠી એ પથારી ઉઠાવે એવો પતિ મને મળે ભગવાન
રઘુપતિ રાઘવ રાજારામ એવો પતિ મને મળે ભગવાન
🙏
Thanks