Рет қаралды 333,815
રામની રામાયણ ગવાય જાનકી ધરતીમાં રે સમાય
લવકુશ કરે કલ્પાત માત મોરી ધરતી મારે સમાય
મિથિલા નગરી ના રાજા જનક છે
કુંવરી એની કહેવાય..
અયોધ્યાના સુખ જોઈ સીતાજીને દીધા
સુખ એને સપને ના દેખાય...
રાજારામ ચંદ્ર ની રાણી કહેવાય છે
ઝુંપડીએ જમવાનું થાય...
રાજારામ ચંદ્રએ યજ્ઞ હવન આદર્યા
સોનાની સીતાજી મુકાય...
યજ્ઞના અશ્વ ને છૂટો રે મેલિયો
લવકુશ અસ્વ બાંધી જાય..
અયોધ્યા ના સૈન્ય સામે લવકુશ લડતા
યુદ્ધ તે દી જોયા જેવા થાય..
સૈન્ય રે હાર્યું ને શત્રુઘ્ન હાર્યા
હાર્યા હનુમંત ને હાર્યા ભરતજી
લક્ષ્મણ મૂર્છા ખાય...
રાજારામ ચંદ્ર વનમાં પધાર્યા લવકુશના પરિચય પુછાય...
કોણ જ માતા ને કોણ જ પિતા
શું છે તમારા નામ...
માતા સીતાજી ને પિતા રામચંદ્ર લવ કુશ નામ કહેવાય...
સોર સાંભળીને માતા સીતાજી દોડીયા
સાથે દોડીયા ઋષિ રાય...
માતા સીતાજી લવકુશ ને વઢીયા સૌની માફી મંગવાઈ ....
અયોધ્યાના લોકે જાનકી ને ન જાણી
સપના પ્રમાણ મંગાય...
હાથ જોડીને સીતા એટલું જ બોલ્યા
મા મને તુજમાં સમાવ...
લવકુશને લઈને સીતારામ પાસે આવ્યા
લવકુશ રામને સોપાય..
ધરાધ્રુજીને મેરુ ગડગડિયા
ડુંગરા ડોલી જાય...
સોના સિંહાસન પર વસુંધરા આવ્યા
ધરતીના ખોળા પથરાય...
જુઠા જગતના જુઠા રે બોલ
જાનકી જાણી નવ જાય....
હાથ જોડીને સીતા એટલું જ બોલ્યા
કોઈને દોષના દેવાય...
રામની રામાયણ જે કોઈ ગાય
વાસ એનો વૈકુંઠમાં થાય...