VANI મેં તો સિધ્ધ રે જાણીને તમને સેવિયા || Bhajan VANI || Me To SIdhh re jani ne Tamne seviya on September 25, 2018 મેં તો સિધ્ધ રે જાણીને તમને સેવિયા, મારા રુદીયામાં દિવસ અને રાત; હે જીવણ ભલે ને જાગીયા. મેં તો કરુણાનાં કળશ સ્થપાવિયા; પાટે પધાર્યા નકલંક દેવીદાસ. હે જીવણ ભલે ને જાગીયા.......મેં તો સિધ્ધ રે જાણીને... મેં તો પ્રેમનાં પાટ મંડાવિયા; પાટે પધાર્યા અમર દેવીદાસ. હે જીવણ ભલે ને જાગીયા.......મેં તો સિધ્ધ રે જાણીને... સતીયું સામૈયાં કરોને મારા નાથનાં; મંગળ ગુણલા અમર માનાં ગવાય. હે જીવણ ભલે ને જાગીયા.......મેં તો સિધ્ધ રે જાણીને... એવા નુરીજન મળ્યાં છે મારા શ્યામને; આનંદ રુડો રે ઉરમાં વરતાય. હે જીવણ ભલે ને જાગીયા.......મેં તો સિધ્ધ રે જાણીને... ગરવા દેવાંગી પ્રતાપે અમર મા બોલિયા; તમારા સેવકોને ચરણોમાં રાખો રે. હે જીવણ ભલે ને જાગીયા.......મેં તો સિધ્ધ રે જાણીને...