Рет қаралды 30,968
વડતાલ ધામના હરિકૃષ્ણ મહારાજ એ આપેલો પ્રગટ પરચો
કારતક સુદિ ૭ ના દિવસે શ્રી ધર્મકુળ આશ્રિત હરિભક્તો વડતાલ રઘુવીર વાડીએ ચાલતા પંચામૃત મહોત્સવ નો લાભ લેવા ગયા હતા ત્યારે વડતાલવાસી હરિકૃષ્ણ મહારાજ શ્રીકૃષ્ણજી ના દર્શન કરતા હતા ત્યારે કીર્તન બોલવાના શરૂ કરતા મહારાજે રાજી થઈ કૃષ્ણજીએ પહેરેલો ગુલાબનો હાર ઉતારી ભક્તોનો ભાવ પૂરો કરી પોતે પ્રગટ બિરાજમાન છે અને કીર્તન ભક્તિથી ખુશ થયા હોય તેવો અહેસાસ કરાવ્યો હતો. સ્વામિનારાયણ સંપ્રદાયમાં ભગવાન શ્રી સ્વામિનારાયણે પધરાવેલ પોતાનું અપર સ્વરૂપ એવા શ્રી ગોપીનાથજી મહારાજે સંપ્રદાયમાં સૌપ્રથમ ગુલાબનો હાર ઉતરી બ્રમહાનંદ સ્વામી ને પહેરાવ્યો હતો તે પરચા થી આપણે સૌ પરિચિત જ છીએ ત્યારે વડતાલવાસી હરેકૃષ્ણ મહારાજે પણ આ પરચાથી ભક્તોનો ભાવ પૂરો કરી આશીર્વાદ આપતા હોય તેમ આ વીડિયોમાં દ્રશ્યમાન થાય છે એટલે જ ભગવાનને ભક્તવત્સલાય નમઃ કહેવાય છે.