Рет қаралды 37
#Amrut Ghayal #GAZAL #Ghazal #Mushaira #Lyrics #gujaratigazal #gujaratishayari#gujratisher #gujratiloveshayari
હૃદયમાં જે માનવનો ગમ સાચવે છે,
અસલમાં એ સાચો ધરમ સાચવે છે.
કે મજબૂર મન શું શરમ સાચવે છે!
જખમ એક છે, જે જખમ સાચવે છે.
કરારોની કલમે કલમ સાચવે છે,
દીવાના જીવનભર ભરમ સાચવે છે.
અહીં મસ્તને લોક કમ સાચવે છે,
સદા એને એનાં કદમ સાચવે છે.
ઘણું સૂચવે છે જો સમજી શકો તો,
નયન વાત ભારે મભમ સાચવે છે.
બહેકાવતી જે ફરે છે બધાને,
મને એ નજર દમબદમ સાચવે છે.
બધાને મળે મારા જેવું મુકદ્દર,
હું શાયર છું મુજને સનમ સાચવે છે.
મને એમ તો સાચવે કોઈ ક્યાંથી?
મને જેમ મારા જખમ સાચવે છે.
નથી એમની મ્હેરબાની તો ‘ઘાયલ,’
તને કોણ જનમોજનમ સાચવે છે?
♪ Video Graphics Work : NILESH BHATT
© All Copyrights Reserved to Amrut Ghayal foundation
---------------------------------------------------------------------------------------------------------
LIKE || SHARE || COMMENT || SUBSCRIBE ---------------------------------------------------------------------------------------------------------