Amrut Ghayalલૂંટી ગયા ગુલાબી કટોરા સબર સુદ્ધાં, એવી સિફતથી મુજને પડી ના ખબર સુદ્ધાં.

  Рет қаралды 70

Amrut Ghayal

Amrut Ghayal

Күн бұрын

#Amrut Ghayal #GAZAL #Ghazal #Mushaira #Lyrics #gujaratigazal #gujaratishayari#gujratisher #gujratiloveshayari
લૂંટી ગયા ગુલાબી કટોરા સબર સુદ્ધાં,
એવી સિફતથી મુજને પડી ના ખબર સુદ્ધાં.
દુનિયાની ખોદણીની તને વાત શું કરું!
ખોદી છે એણે જીવતાં દિલની કબર સુદ્ધાં.
કે' છે કે ગમનું ઝેર નથી ઝીરવ્યું જતું,
એ ઝેરની ય અમને થઈ ના અસર સુદ્ધાં.
ના કેમ ઑર રંગ હો મારા શરાબનો !
એમાં ભળી છે એની નશીલી નજર સુદ્ધાં.
બદલી ગયા જો જામ તો એમાં નવાઈ શી!
બહુધા ભૂલી જવાય છે મસ્તીમાં ઘર સુદ્ધાં.
હોતી નથી લગીર ઉપાધિ ફકીરને,
રાખે છે કોઈ એનાં કફનની ફિકર સુદ્ધાં.
એવાય રાહી હોય છે જે બિસ્તરા મહીં,
સામાન સાથ લે છે લપેટી સફર સુદ્ધાં.
લૂંટી ગયાનો ગમ નથી 'ઘાયલ'એ ખેદ છે,
સામેલ લૂંટવામાં હતા રાહબર સુદ્ધાં.
♪ Video Graphics Work : NILESH BHATT
© All Copyrights Reserved to Amrut Ghayal foundation
---------------------------------------------------------------------------------------------------------
LIKE || SHARE || COMMENT || SUBSCRIBE ---------------------------------------------------------------------------------------------------------

Пікірлер: 1
@heenamehta8661
@heenamehta8661 Ай бұрын
🎉
pumpkins #shorts
00:39
Mr DegrEE
Рет қаралды 12 МЛН
Inside Out 2: BABY JOY VS SHIN SONIC 3
00:19
AnythingAlexia
Рет қаралды 9 МЛН
Similarities Between Arabic and Sicilian
14:11
Bahador Alast
Рет қаралды 1,3 МЛН
Ahmad Faraz, Annual Sir Syed Day Mushaira-1999 (USA)
22:28
Mushaira Collection Gomti
Рет қаралды 466 М.