Рет қаралды 2,027
Gujarati Bhajan by Shyam Mahila Mandal (SMM), Navsari.
-"ભજન નીચે લખેલું છે"-
:
શ્યામ મહિલા મંડળ, નવસારી
Application: play.google.co...
Website : smm.tss.ai/
Facebook : / shyammahilamandal
Instagram : / shyammahilamandal
:
#GujaratiBhajan, #Bhajan, #ShyamMahilaMandal, #KrishnaBhajan, #Kanudo, #Kanhaiya, #RamSita, #JaiShreeRam, #SitaRam, #Bholanath, #ShivShankar, #Mahadev, #Shraddhanjali, #MataPitaBhajan, #GanapatiBappa, #BappaMorya, #RiddhiSiddhi, #Ganesh, #AshtaVinayak, #Ranchhod, #Shyam, #MahilaMandal, #SaiBaba, #SainathMaharaj, #ShraddhaSaburi, #Adhikmas, #SMM, #JaiAmbe, #AmbeMa, #Mataji, #Aradhana, #Navratri, #GujaratiGarba, #Garba, yt:cc=on
ભજન :- રાગ :- દે દી હમે આઝાદી બીના ખડગ......
શરણે પડું છું શ્યામ મને લેજો ઉગારી
હે નાથ મારી નાવનો તુ થાજે સુકાની
બગડેલી બાજીને હવે દેજો સુધારી.....હે નાથ મારી નાવનો.....
હારી ગયો છું હાલ નથી જડતો કિનારો
માથે વધી ગયો છે ઘણો પાપનો ભારો
અકળાય છે મન મારું હું શોધું છું સહારો
હો શ્યામ મારે એક છે આધાર તમારો
આંખો છે તો યે અંધ છું માયાનો પુજારી
હે નાથ મારી નાવનો તુ...... શરણે પડું છું શ્યામ. . ..
જય બંસીધર રાધેશ્યામ. ...જય બંસીધર રાધેશ્યામ....
અભિમાન અહંકારને મારે દેવા ફગાવી
મન બુદ્ધિ કેરા પુણ્યની માળા છે બનાવી
પ્રગટાવી જીવન જ્યોત કરું આરતી તારી
મીલન મધુરુ પ્રીત કેરુ લેવું છે માણી
પ્રતિકાર પ્રભુ આપશો એ આશા છે મારી
હે નાથ મારી નાવનો તુ.......શરણે પડું છું શ્યામ.....
જય બંસીધર રાધેશ્યામ....જય બંસીધર રાધેશ્યામ...
જગના પ્રપંચોને મારે ક્યાં સુધી સહેવા
શબ્દો નથી ઓ શ્યામ મારા દુઃખના કહેવા
આવ્યો છું બની દાસ તારી પાસમાં રહેવા
માંગુ હું પ્રભુ એટલું સ્વીકારજો સેવા
ભક્તોની વાત વાલા તું લેજે વિચારી
હે નાથ મારી નાવનો તું.....શરણે પડું છું શ્યામ.....
જય બંસીધર રાધેશ્યામ....જય બંસીધર રાધેશ્યામ....
જય બંસીધર રાધેશ્યામ.....