Рет қаралды 270,703
#gujaratisong #ભક્તિકીર્તનસંગ્રહ #newsong #mahilamandal #કીર્તન #krishnakirtan #kirtanbhajansatsang #mahabharat_krishna #mahabharat #dropadi #krishnasong #krishnalove #radhekrishna
======= દ્રૌપદીનો સ્વયંવર ======
દ્રુપદરાજાએ સ્વયંવર રચ્યો જો
આકરી રાખી છે એને ટેક જો
જે કોઈ વીંધે માછલી આંખ જો
એને રે પરણાવું મારી દીકરી
આવ્યા આવ્યા દેશ પરદેશના રાજા જો
કોઈએ નો વીંધી રે એની આંખડી
ઉઠ્યા ઉઠ્યા અર્જુન સરખા વીર જો
એક જ બાણે વીંધી માછલી
હરખે હરખે પિતા દ્રુપદરાય જો
તમને રે પરણાવું મારી દીકરી
સાંભળો મારા કૃષ્ણ સરીખા વીર જો
તમને રે સોંપું તમારી બેનડી
ગાજો ગાજો દ્રૌપદીના મંગલ જો
મારી રે બેનીના લગન આવિયા
પિતાએ કાય રોપાવ્યા છે મંડપ જો
તોરણિયા બાંધ્યાં રે એના આંગણે
વાગે વાગે ઢોલને નગારા જો
શરણાયું વાગે રે સૈયર માંડવે
આપ્યા આપ્યા કન્યા કેરા દાન જો
દ્રૌપદી વળાવો એના સાસરે
દ્રૌપદી રમતા દાદાને દરબાર જો
એની માતાએ તો હસીને બોલાવ્યા
ઉઠો દીકરી સોળે સજો શણગાર જો
તેડાં રે આવ્યા છે સાસરવેલના
કયોને દાદા સુ છે અમારો વાંક જો
શા માટે વળાવો અમને સાસરે
સંભાળ દીકરી વડીલોની વાત જો
રીતેને રિવાજે જાવું સાસરે
હાથી શોભે રાજાને રજવાળે જો
દીકરી શોભે રે એને સાસરે
સંભાળ દીકરી જનક જેવા રાજા જો
સીતાને વળાવ્યા એને સાસરે
ભત્રીજ રમતા ડેલીને દરવાજે જો
કાકાએ તો હસીને બોલાવ્યા
ઉઠો ભત્રીજ સોળે સજો શણગાર જો
તેડાં રે આવ્યા છે સાસરવેલના
કયોને કાકા શું છે અમારો વાંક જો
શા માટે વળાવો અમને સાસરે
સંભાળ દીકરી અક્રુડ જેવા કાકા જો
સુભદ્રા વળાવ્યા એને સાસરે
ડેલી સુધી દાદાજીનો સાથ
શેરીએ વાળવા સૈયર આવશે
સૈયર મારી ચાંદો ઉગ્યો ચોક જો
અજવાળા પડ્યા છે હસ્તિનાપુરમાં
દ્રૌપદી લઈને આવ્યા અર્જુન વીર જો
પાંચેય પાંડવ છે એની સાથમાં
હળવે હળવે બોલ્યા અર્જુન વીર જો
માતા હું લઇ આવ્યો અનમોલ ભેટને
રસોડે કઈ કુંતા કરતા રસોઈ જો
રસોઈમાં હતું માતાનું ધ્યાન જો
હસતા હસતા બોલ્યા કુંતા માત જો
પાંચેય પાડજો રે સરખા ભાગલા
ધ્રુજીયા ધ્રુજીયા દ્રૌપદી નાર જો
ધ્રુજીયા છે હસ્તિનાપુરના પાંડવો
દ્રૌપદી તો સમરે એનો વીર જો
વારે રે આવોને કૃષ્ણ વિરલા
દ્વારકામાં બેઠો મારો વીર જો
પાલ માં રે પહોંચ્યા હસ્તિનાપુરમાં
બોલ્યા બોલ્યા કૃષ્ણ વીર જો
અમર ગવાશે બેન તારા ગુણલા
પાંચે પાંડવ રમે રાજમાં જુગઠે જો
જુગઠામાં હાર્યા છે દ્રૌપદી નાર ને
દુશાશન તો ખેંચે સતીના ચીર જો
લાજું રે રાખવાને વીરા આવજે
વીરે પૂર્યા નવસો નવાણું ચીર જો
લાજું રે રાખી દ્રૌપદી બેનની
દ્રુપદરાજાએ સ્વયંવર રચ્યો જો
આકરી રાખી છે એને ટેક જો
Album: દ્રૌપદીનો સ્વયંવર
Singer: રસીલા ઠુંમર
Copyright: Rasilaben thumar