ગરબા સકળ વિશ્વમાં 21 દેશોમાં ગરબા શીખવનાર | ચેતન જેઠવા | Ramesh Tanna | Navi Savar

  Рет қаралды 629

Navi Savar

13 күн бұрын

આજની પૉઝિટિવ સ્ટોરી
ગરબા સકળ વિશ્વમાં - દુનિયાના 21 દેશોમાં હજારો લોકોને ગરબા શીખવનાર ચેતન જેઠવા
આલેખનઃ રમેશ તન્ના
ગોંડલમાં વસતા ચેતન જેઠવા આમ તો પોતાના ગામ ગોંડલમાં 27 વર્ષથી ગરબા રમતાં શીખવવાના વર્ગો ચલાવે છે, પરંતુ સૌથી મહત્ત્વની વાત એ છે કે વિશ્વના 21 દેશોમાં જઈને તેમણે માત્ર ગુજરાતીઓ કે ભારતીયોને જ નહીં, પરંતુ વિદેશીઓને પણ ગરબા રમતાં શીખવ્યું છે. તેઓ પોતે અચ્છા ખેલૈયા છે. અર્વાચીન અને પ્રાચીન ગરબા ઉપરાંત રાસ પણ સરસ રીતે અને પ્રીતે રમે છે. તેમની વિશેષતા એ છે કે તેઓ ખૂબ ઝડપથી કોઈ પણ વ્યક્તિને ગરબા શીખવાડી શકે છે.
ગરબા સરસ રીતે રમવા અને બીજી કોઈ વ્યક્તિને ઝડપથી ગરબા રમતાં શીખવવું એ બંનેમાં ઘણો ફરક છે. ચેતન જેઠવા પાસે ગરબા રમતાં શીખવવાની ચોક્કસ પ્રકારની અસરકારક ટ્રીક છે.
ભારતની વાત કરીએ તો ચેતનભાઈએ અત્યાર સુધી ગુજરાતીઓ ઉપરાંત મલયાલમ, મરાઠી, બૅંગોલી, તેલુગુ, તમિલ, રાજસ્થાની, ઉત્તર પ્રદેશના લોકો એમ અનેક રાજ્યોમાં વસતા લોકોને ગરબા રમતાં શીખવાડ્યું છે. તેમણે મુસ્લિમો, ખ્રિસ્તી વગેરેને ગરબા શીખવ્યા છે. વિદેશની વાત કરીએ તો તેમણે બ્રિટિશરો, અમેરિકન, રશિયન, ઇરાનીયન, સ્વીડિશ એમ ઘણા બધા વિદેશીઓને પણ ગરબા રમતાં કરી દીધા છે. સ્વીડન, ફિનલેન્ડ અને નેપાળની ઇન્ડિયન એમ્બેસીએ તેમને ખાસ આમંત્રણ આપ્યું હતું. ત્યાં તેમણે ગરબા શીખવાડ્યા હતા. તેઓ નૈરોબી પણ જઈ આવ્યા છે અને ત્યાં પણ મંચ ઉપરથી ગરબા રજૂ કરવા ઉપરાંત સ્થાનિક લોકોને તેમણે ગરબા શીખવાડ્યા હતા.
ચેતનભાઇ કહે છે કે ભાઈઓ કરતાં બહેનો ખૂબ ઝડપથી ગરબા શીખી લે છે. એનું કારણ એ છે કે તેમની શરીરની રચના જેવી છે કે તેઓ ઝડપથી લચક લઈ શકે છે. બહેનોનું શરીર ઝડપથી વળે છે.
ચેતનભાઇ ગરબા અને રાસ વિષયના નિષ્ણાત છે. અનેક રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં તેઓ જજ તરીકે ફરજ બજાવે છે. તેમનું પોતાનું એક વૃંદ પણ છે. આ વૃંદ વિશ્વના જુદા જુદા દેશોમાં પ્રાચીન અને અર્વાચીન ગરબા રજૂ કરીને ઉપસ્થિત લોકોને દંગ કરી દે છે.
અત્યાર સુધી 28 વખત વિદેશની મુલાકાતે જનારા ચેતનભાઇએ ગુજરાતના ગૌરવસમા ગરબાને સમગ્ર વિશ્વના ચાચર ચોકમાં સ્થાન અપાવ્યું છે.
તેમના શ્વાસેશ્વાસમાં નવરાત્રિ છે.
તેઓ કહે છે કે વિશ્વમાં બીજે બધે નૃત્ય થાય છે, પરંતુ માત્ર ગુજરાતની નવરાત્રિમાં થતું આ નૃત્ય જેને આપણે ગરબા અને રાસ કરીએ છીએ એ ‘રમાય છે’. સમગ્ર વિશ્વમાં કોઈ નૃત્ય રમી શકાતું હોય તેવી આ એક અનન્ય અને અદ્વિતીય ઘટના છે.
આપણે જ્યારે ચેતનભાઇ સાથે ગરબા અને રાસ વિશે વાતો કરતા હોઈએ ત્યારે આનંદ અને પ્રસન્નતાનો અનુભવ થાય છે. આદ્યશક્તિ અંબા જાણે કે વાતાવરણમાં હાજર હોય તેવી અનુભૂતિ પણ થાય છે.
ઘણા લોકો એવા હોય છે કે જેમને ગરબે રમવું હોય છે, પણ તેમને ગરબા કરતાં આવડતું જ હોતું નથી. ગમે તેટલો પ્રયત્ન કરે તો સ્ટેપ જ ના લેવાય. પગ વળે નહીં, હાથ વળે નહીં, ગરબા રમતા હોય તો જાણે કે પક્ષીઓને ઊડાડતા હોય એવી મુદ્રાઓ થઈ જાય. એવા લોકોને મારે વિનંતી કરવાની કે ચેતનભાઇનો સંપર્ક કરજો. ચેતનભાઇ તો ચૅલૅન્જ આપે છે કે ગમે તેવી વ્યક્તિને હું થોડા દિવસમાં ગરબા રમતાં શીખવાડી જ દઉં છું.
બીજી એક વાત. ગરબા જોવા અને ગરબા રમવા એ બન્નેમાં જમીન આસમાનનો ફરક છે. આપણે બધાંએ ભેગા મળીને નવરાત્રિને ‘જોણું’ બનાવી દીધી છે. નવરાત્રિ એ જાણે કે ગરબા રમવાનો નહીં, પરંતુ માત્ર જોવાનો વિષય હોય એવું આપણે કરી દીધું છે. માંડ પાંચ-દસ ટકા લોકો ગરબા રમતા હોય અને બીજા 90-95 ટકા લોકો જાણે કે મનોરંજન માણવા આવ્યા હોય એવી રીતે જોતા હોય. આ સ્થિતિ કોઈપણ સંજોગોમાં ચાલે એવી નથી. તમે જ્યારે ચાચર ચૉકમાં જાઓ છો ત્યારે માતા અંબાની આરાધના કરવા જાવ છો. તમને જેવા આવડે એવા ગરબા રમવા જ જોઈએ. જે વ્યક્તિ ચાચર ચૉકમાં જઈને ગરબા રમતી નથી એ વ્યક્તિ બીજું કશું પણ હશે, પરંતુ ગુજરાતી નથી, નથીને નથી જ. ગરબા એ જોવાનો નહીં, પરંતુ રમવાનો વિષય છે.
ચેતનભાઇ જેઠવાનો સંપર્ક નંબર 9879076700 છે.
(પૉઝિટિવ મીડિયા માટે આલેખનઃ રમેશ તન્ના, 9824034475)
Video edited by Tushar Leuva
Facebook: ramesh.tanna.5
#PositiveStorieswithRameshTanna #RameshTanna #NaviSavar

Пікірлер: 7
@deepakbhatt209
@deepakbhatt209 13 күн бұрын
ગરબો રમીને આધ્યાત્મિકતા અનુભવાય છે .
@mangalprasadmodi7716
@mangalprasadmodi7716 13 күн бұрын
Ras Garba & Chetan Jethva...masttt in respect of Norta❤🎉
@kokilashah3174
@kokilashah3174 12 күн бұрын
Very. Nice story, got a full history of Prachin Garba which many PPL didn't knew, thx Chetan n Ramesh Bhai 👍🏾🌹🌉
@metromarutifoundation8330
@metromarutifoundation8330 13 күн бұрын
Jay Shree Krishna thanks Your Public Partner a Great success MARUTI Foundation Canada Brahmin family Work same way you're doing Great Culture Youth inspired you're help please 🙏
小路飞嫁祸姐姐搞破坏 #路飞#海贼王
00:45
路飞与唐舞桐
Рет қаралды 28 МЛН
How do Cats Eat Watermelon? 🍉
00:21
One More
Рет қаралды 13 МЛН
规则,在门里生存,出来~死亡
00:33
落魄的王子
Рет қаралды 29 МЛН
Life hack 😂 Watermelon magic box! #shorts by Leisi Crazy
00:17
Leisi Crazy
Рет қаралды 77 МЛН
小路飞嫁祸姐姐搞破坏 #路飞#海贼王
00:45
路飞与唐舞桐
Рет қаралды 28 МЛН