Рет қаралды 73,331
મારી ચેનલ ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો🙏
_________________ કિર્તન ________________
હે ગુરૂજી આવ્યા રે અમને તેડવા રે...
હે ગુરૂજી આવ્યા રે અમને તેડવા રે
હે મારે જાવું ગુરૂજી ને દેશ રે ગુરૂજી આવ્યા રે અમને તેડવા રે
હે ચાંદો નેં સૂરજ ત્યાં નથી ઊગતા રે ગુરૂજી....
હે ત્યાં કાંઈ આત્મ ના અંજવાણા રે ગુરૂજી....
હે સુખ દુઃખ નથી રે ગુરૂજી ના દેશ માં રે
હે નયા કાંઇ આંઠે પહોર આનંદ રે ગુરૂજી....
હે ગુરૂજી આવ્યા રે અમને તેડવા રે ્્
હે અમૃત વરસે રે તમારા અંગ માં રે
હે અમૃત પીય ને અમર થાજો રે ગુરૂજી આવ્યા રે.......
હે વાદળ વીજળી રે નથી ગુરૂજી ના દેશ માં રે
હે પરાં કાંઇ વરસે મીઠુલા મેઘ રે ગુરૂજી આવ્યા રે અમને.....
હે અનહદ વાગે રે તમારા અંગ માં રે
હે વાગે કાંઇ મોરલીયુ ના સુર રે ગુરૂજી આવ્યા રે અમને.....
હે જાડ કે ફળ નથી ગુરૂજી ના દેશ માં રે
હે નયાં કાંઇ અમર ફળ નીપજે ગુરૂજી આવ્યા રે અમને.....
હે મરણ જનમ નથી ગુરૂજી ના દેશ માં રે
હે જે કોઈ જાય તે અમર બની જાય રે ગુરૂજી આવ્યા રે અમને તેડવા રે
હે અમારે જાવું રે ગુરૂજી ના દેશ માં રે
હે પછી કોઈ કરશો નહિ ક્લેશ રે ગુરૂજી આવ્યા રે અમને....
હે ગુરૂ રે સોમેશ્વર એમ કરી બોલ્યાં રે
હે તમે સંતો શરણે જાવો રે ગુરૂજી આવ્યા રે અમને....
ગુરૂજી આવ્યા રે અમને તેડવા રે
જાવું મારે ગુરૂજી ના દેશ રે ગુરૂજી આવ્યા રે અમને તેડવા રે