Рет қаралды 225
હારે મને ગડધરા વાલુ લાગે
જોવાને મારું દિલ જાગે રે
જોવાને મારું દિલ જાગે માવલડી
હારે રૂડી ગળધરા રઢીયાળી
હારે ત્યાં પ્રગટીયા ખોડલ માડી
ભક્તો ની ખીલી ફૂલવાડી રે (2 )
હારે માયે મગર સવારી લીધી
હારે માયે હાથમાં ત્રિશુલ લીધા
અજબ બળ માં ના દિલમાં રે (2)
હારે માયે જગની ઉપાધી ઉર લીધી
હારે માએ ભક્તો ની ખબરું લીધી
સેવાથી મળે સર્વે સીધી રે સેવાથી મળે
હારે માનું નામ જગતમાં ગાજે
હારે દરવાજે નોબત વાગે
તીર્થ બન્યું રૂડું આજે રે (2 )
હારે આ તારું અગણિત આવે
માને ધૂપ દીપ નીવેધ ચડાવે
ખોડલ ના ગુણ ગાયે રે ખોડલ ના ગુણ ગાયે
હારે માતા ભક્તો ભુવાની સંગે
હારે માતા આવો રંગે સંગે
સેવકો આવે ઉમંગે રે (2 )
હારે માટે માટેલ વાલુ લાગે
જોવાને મારું દિલ જાગે રે જોવાને મારું દિલ માવલડી
#સત્સંગ #કીર્તન #gujarati_bhakti_geet
#gujarati_traditional_kirtan #gujarati_kirtan #satsang_kirtan
#ગુજરાતી_કીર્તન #bhajan_kirtan #ભક્તિ_સંગીત
#krishna