ડૉ. હંસલ ભચેચનો પ્રેરક પત્ર | Ramesh Tanna | Navi Savar

  Рет қаралды 476

Navi Savar

14 күн бұрын

પ્રિય બ્રહ્માંડ,
મારા જન્મદિવસે, તમે મારા સમગ્ર સફર દરમિયાન મારા પર જે વિપુલતાનો વરસાદ કર્યો છે તેના માટે હું થોડો થોભીને, મારી ઊંડી કૃતજ્ઞતા વ્યક્ત કરવા માગું છું.
મને નિરામય આરોગ્ય, સંપૂર્ણ રીતે જીવવાની શક્તિ અને જીવવાના પડકારોનો સામનો કરવાની હીંમત આપવા બદલ તમારો વિશેષ આભાર.
મારી પાસે જે સંપત્તિ છે તેના માટે પણ હું આભારી છું. માત્ર ભૌતિક સંપત્તિ માટે જ નહીં, પરંતુ પ્રેમ, સંવેદનાઓ, અનુભવો અને સમય જતાં મેં જે પ્રગતિ કરી છે તેના માટે પણ, હે બ્રહ્માંડ હું તમારો આભારી છું.
સમૃદ્ધિ એ માત્ર ધનની વાત નથી, પરંતુ ભાવનાની સમૃદ્ધિ છે અને તેના માટે હું સદાકાળ તમારો આભારી રહીશ.
તમે મને મારી અપેક્ષાઓ અને ક્ષમતાઓ કરતાં વધુ આપ્યું છે. હું તમારા શાણપણને આદરપૂર્વક નમન કરું છું. દરેક આનંદ, દરેક દુ:ખ, દરેક વિજય અને દરેક પાઠ જીવનનાં ઊંડાં સત્યોને સમજવા માટે આપણને એક ડગલું તેની નજીક લઈ જાય છે. અદ્રશ્ય હાથરૂપી આશીર્વાદ આપવા માટે હું તમારો આભાર માનું છું.
તમે મને માર્ગદર્શન આપીને જે વિવિધ તકનાં દ્વાર ખોલી આપ્યાં છે, અને જરૂરી પ્રતિકૂળતાઓ પણ આપી છે તેના માટે પણ હું તમારો આભાર માનું છું. એ સ્થિતિએ જ મને મારાં ઉચ્ચ ધ્યેયો તરફ અભિમુખ કર્યો છે.
આ વિશાળ બ્રહ્માંડમાં, હું એક નાનકડો અંશ છું, તેમ છતાં તમે મને નોંધપાત્ર, પ્રેમથી સભર અને અખૂટ એવી કાળજીનો અનુભવ કરાવ્યો છે. હું તમારી કૃપાથી અનુગ્રહિત છું. હું સમજું છું કે બધું તમારી પાસેથી જ વહે છે અને તમારી પાસે જ પાછું આવે છે.
મને જે મળે છે તે પરમ ભેટ છે, અને મારી પાસે જે અભાવ છે તે બોધપાઠ છે.
જ્યારે હું જીવનના નવા વર્ષમાં પ્રવેશ કરું છું, ત્યારે હું મારી ઇચ્છાઓ, મારી મહત્વાકાંક્ષાઓ અને મારી આશાઓ તમને સમર્પિત કરું છું.
મને વિશ્વાસ છે કે તમે જાણો જ છો કે મારા માટે શું શ્રેષ્ઠ છે.
હું કૃતજ્ઞતા અને વિશ્વાસ સાથે તમે નક્કી કરેલા માર્ગ પર ચાલીશ.
તમારા સદા વિકસતા અસ્તિત્વમાં, તમારી દૈવી યોજનામાં, પાક્કી શ્રદ્ધા સાથે મારી જીવનસફર ચાલતી રહેશે...
ડૉ. હંસલ ભચેચ, અમદાવાદ
25મી સપ્ટેમ્બર, 2024, બુધવા

Пікірлер: 1
@AnitaTanna
@AnitaTanna 13 күн бұрын
ડૉ.હંસલભાઈને જન્મ દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. બોલો કેવા નવા અને અનોખા વિચાર સાથે જન્મ દિવસની ઉજવણી કરી. વાહ વાહ અદ્ભુત. બ્રહ્માંડ સાથે જીવનું તાદાત્મ્ય હોય છે એ આ પત્રમાં સમજાવાયું છે જે ખરેખર સાચી વાત છે. સૌને અભિનંદન અને શુભેચ્છાઓ.