Рет қаралды 474,427
#bapsnewsong #jaydeepswadia #bapaskirtan
Song : Hey Gunnidhi Hey Pramukh Gunvanta
Composer - Lyrics : Kiran Patel
Singer: Jaydeep Swadia
Programmed By: Jagdish Lalwani
Rhythm Design : Rajesh Rajbhatt
Violin : Suresh Lalwani
Flute: Sandeep Kulkarni
Shehnai: Gajanaj Salunke
Music Score: Jaydeep Swadia
Mixed And Mastered By: Sanu Sheth
Supported Vocals: Bhavesh Chauhan, Devansh Oza, Vinay Mistry, Mihir Pithadiya, Jaydeep Swadia
Language: Gujarati
© All Copyrights Reserved: Kiran Patel Creations
હો....હૈ ગુણનિધિ હૈ પ્રમુખ ગુણવંતા...(2)
સર્વોપરી શ્રી હરિ સુખકર્તા...(2)
પ્રમુખસ્વામી મહારાજ, હરિવર હૈયાના હાર
પરદુઃખભંજનરાજ, પ્રમુખજી ગરીબ નવાઝ....હૈ ગુણનિધિ
હે...પરદુઃખ કાજે અવિચળ વિચર્યા, પ્રમુખસ્વામી મહારાજ
પતિત પાવન હૈયા કરીને, સુખ દીધું છે અપાર....(2)
શ્રી સહજાનંદી રંગ લગાડી, સરજુ હરિની પ્રીત લગાડી
વરસ્યા અપરંપાર, દિન દુઃખીયાના આધાર
વાલમ ગરીબ નવાઝ, પ્રમુખજી તારણહાર....
હો...હરપળ તમોને ઉરથી સંભારું, પ્રમુખસ્વામી મહારાજ
મનમંદિરના ઝરુખામાં, ઝુલાવું દિનરાત...(2)
અંતરની ઉર્મિમાં રાચી, ભક્તિના આંચલમાં છુપાવી
પૂજા કરું દિન-રાત, પ્રમુખસ્વામી મહારાજ
સંત શિરોમણી રાજ, પ્રમુખજી રાજાધિરાજ....
હે...પરદુઃખહારી છો સુખકારી, પ્રમુખજી કૃપા નિધાન
કરુણા કરીને અખંડ બિરાજો, નવલ સ્વરૂપે આજ...(2)
દીનબંધુ સર્વ મંગલ કરતા, દાસ કિરણના હરિ મોક્ષ કરતા
વિચરી રહ્યા છે આજ, મહંતસ્વામીમા આજ
શ્રીજી પ્રમુખજી આજ, મહંતસ્વામીમા આજ...
હૈ ગુણનિધિ હૈ પ્રમુખ ગુણવંતા...(2)
સર્વોપરી શ્રી હરિ સુખકર્તા...(2)
પ્રમુખસ્વામી મહારાજ, હરિવર હૈયાના હાર
પરદુઃખભંજનરાજ, પ્રમુખજી ગરીબ નવાઝ....
પ્રમુખજી ગરીબ નવાઝ, પરદુઃખભંજનરાજ