Рет қаралды 14,902
અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો
________________ કિર્તન _________________
આજે જેલમાં જન્મ્યો દેવકી એ દિકરો રે
આઠમ અંધારી રાત જેલમાં જન્મ્યો દેવકી એ દિકરો રે
આજે ચોઘડિયા વાગ્યા રે માઝમ રાત ના રે
પીડા પરભવ ની થાય જેલમાં જન્મ્યો રે દેવકી એ દીકરો રે
આજે દેવકી કહે છે વાસુદેવ સાંભળો રે
અમને અવતર્યા છે બાળ જેલમાં જન્મ્યો દેવકી એ દિકરો રે
આજે ખબરૂ પડે રે પાપી કંસ ને રે
મારશે આપણા રે બાળ જેલમાં જન્મ્યો રે દેવકી એ દિકરો રે
આજે સાત સાત બાળક કંસે માર્યા રે
આઠમા અવતર્યા છે નાથ જેલમાં જન્મ્યો દેવકી એ દિકરો રે
આજે જડી રે ઝંઝીર મારા પગમાં રે
કેમ કરી પારણીયે જવાય જેલમાં જન્મ્યો દેવકી એ દિકરો રે
આજે વાસુદેવ કહે છે દેવકી સાંભળો રે
આજે મારા અંગડા અકળાય જેલમાં જન્મ્યો દેવકી એ દિકરો રે
આજે પુત્ર જન્મતા પ્રકાશ પડીયા રે
દુખણા લેય છે માતા ને તાત જેલમાં જન્મ્યો દેવકી એ દિકરો રે
આજે મતી સુજાડી માતા તાત ને રે
અમને ગોકુળ મેલી જાવ જેલમાં જન્મ્યો દેવકી એ દિકરો રે
આજે બાળક લય ને રે વાસુદેવ હાલીયા રે
મેઘલી માઝમ રાત જેલમાં જન્મ્યો દેવકી એ દિકરો રે
આજે યમુના ઓળંગી વાસુદેવ આવીયા રે
જશોદા ને સોંપ્યા નાના બાળ જેલમાં જન્મ્યો દેવકી એ દિકરો રે
આજે બાળક મેલી ને વાસુદેવ હાલીયા રે
વળતા માયા લીધી સાથ જેલમાં જન્મ્યો દેવકી એ દિકરો રે
આજે કટઉંગ કરી ને રૂદન આદર્યા રે
જેલમાં કર્યો છે કંકાસ જેલમાં જન્મ્યો દેવકી એ દિકરો રે
આજે ખબરૂ પડે રે પાપી કંસ ને રે
દેવકી ને અવતર્યા છે બાળ જેલમાં જન્મ્યો દેવકી એ દિકરો રે
આજે પાપીએ પછાડી માયા પથરે રે
માયા ઉડી છે આકાશ જેલમાં જન્મ્યો દેવકી એ દિકરો રે
આજે જાતા રે નિંહસાસો એણે નાખીયો રે
તારો અવતર્યો છે કાળ જેલમાં જન્મ્યો દેવકી એ દિકરો રે
આજે દસ દસ વર્ષ એમ વીત્યા રે
કંસે કર્યો કાળો કેર જેલમાં જન્મ્યો દેવકી એ દિકરો રે
આજે મલ ના અખેડા કંસે આદર્યા રે
હણવા ભાણેજ ના પ્રાણ જેલમાં જન્મ્યો દેવકી એ દિકરો રે
આજે અકરૂડ આવ્યા રે કાન ને તેડવા રે
તેડી લાવ્યા બળદેવ ને કાન જેલમાં જન્મ્યો દેવકી એ દિકરો રે
આજે મલ ને માર્યો છે એક પલમાં રે
માર્યો પાપી મામો કંસ જેલમાં જન્મ્યો દેવકી એ દિકરો રે
આજે માતા રે પીતા ના બંધન છોડીયા રે
આપયા ઉગ્રસેન ને રાજ જેલમાં જન્મ્યો દેવકી એ દિકરો રે
આજે દેવકી ઉતારે કાન ની આરતી રે
વાસુદેવ ના હૈંયા હરખાય જેલમાં જન્મ્યો દેવકી એ દિકરો રે
આજે કાન રે કહે છે રૂક્ષ્મણી સાંભળો રે
આજે મારા દલડા રે દુભાય વ્રજ ના વાસી રે અમને સાંભરે રે
આજે ગાય રે શેખે ને સુણે સાંભળે રે
સોજો એનો વ્રજ ભુમી મા વાસ જેલમાં જન્મ્યો દેવકી એ દિકરો રે
આજે જેલમાં જન્મ્યો દેવકી એ દિકરો રે