Рет қаралды 30,251
અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો
__________________ કિર્તન ________________
સતી સીતા બોલ્યા મારા રૂદિયા ની વાત કરૂ છું
તમે સાંભળો મારા બેની આ સીતા ની કહાની
રાજા રામ બન્યા ધોબી ની વાત સુણી
તમે સાંભળો મારા બેની આ સીતા ની કહાની
લક્ષ્મણે રથ જોડ્યા મને રથમાં રે બેસાડ્યા
મને વનમાં મુકી આવ્યા આ સીતા ની કહાની
રોઈ રોઈ ને થાકી મારે કોને વાત કહેવી
તમે મારા બેની આ સીતા ની કહાની
રૂષી સામા આવ્યા રૂષી પત્ની સાથે આવ્યા
મને બેટા કહીને બોલાવી આ સીતા ની કહાની
નથી મારે માતા નથી મારે પિતા મારે કોને કહેવી
તમે સાંભળો મારા બેની આ સીતા ની કહાની
ધરતી મારી માતા આકાશ મારા પિતા
મારે કોને વાત કહેવી આ સીતા ની કહાની
નથી મારે દાદા નથી મારે મામા
મારે કોને વાત કહેવી આ સીતા ની કહાની
સુર્ય મારા દાદા ચંદ્ર મારે મામા
મારે કોને વાત કહેવી આ સીતા ની કહાની
એક માસ વિત્યો મારે બે માસ વિત્યા
મરે નવ નવ માસ વિત્યા આ સીતા ની કહાની
નવ નવ માસ વિત્યા હું મનમાં રે મુંઝાણી
તમે સાંભળો મારા બેની આ સીતા ની કહાની
જંગલ ની ઝુંપડીએ મારે બબ્બે પુત્ર જન્મ્યા
તમે સાંભળો મારા બેની આ સીતા ની કહાની
જંગલ ની ઝુંપડીએ મારે બબ્બે પુત્ર જન્મ્યા
તે ગળસુંદી ના પામ્યા આ સીતા ની કહાની
ખરખોડી ના પાન ની મે ગળસુંદી બનાવી
મારા પુત્ર ને પિવડાવી આ સીતા ની કહાની
જંગલ ની ઝુંપડીએ મારે બબ્બે પુત્ર જન્મ્યા
તે બાળોતિયા ના પામ્યા આ સીતા ની કહાની
ખાખરા ના પાન ના મે બાળોતિયા બનાવ્યા
તમે સાંભળો મારા બેની આ સીતા ની કહાની
જંગલ ની ઝુંપડીએ મારે બબ્બે પુત્ર જન્મ્યા
તે પારણીયા ના પામ્યા આ સીતા ની કહાની
વડલા ની વડવાય નાં મે પારણીયા બનાવ્યા
મારા પુત્ર ને પોઢાડયા આ સીતા ની કહાની
રોતાં ને રહળતા મેં હાલરડાં રે ગાયા
તમે સાંભળો મારા બેની આ સીતા ની કહાની
રૂષી પત્ની માતા એ આશ્વાસન આપ્યા
તમે સાંભળો મારા બેની આ સીતા ની કહાની
દશરથ જેવા દાદા જનક જેવા નાના
એણે આંગળીએ ના ઝાલ્યા આ સીતા ની કહાની
કૌશલ્યા જેવા દાદી સુનૈના જેવા નાની
એના ખોળા નો ખુંદયા આ સીતા ની કહાની
લક્ષ્મણ જેવા કાકા ઉર્મિલા જેવા માસી
એના લાડ કોડ ના પામ્યા આ સીતા ની કહાની
રામ જેવા સ્વામી ના સુખડા ના પામી. તમે સાંભળો મારા બેની આ સીતા ની કહાની
રૂષી મારા પિતા રૂષી પત્ની મારી માતા
એણે સુખડા અમને આપ્યાં આ સીતા ની કહાની
ધરતી માથી જન્મ્યા ધરતી માં સમાણા
તમે સાંભળો મારા બેની આ સીતા ની કહાની
સીતા ની કહાની કોઈ સાંજ સવારે ગાશે
એને સપને દુખ નો આવે આ સીતા ની કહાની
સીતા ની કહાની કોઈ રૂદિયા માં રાખે
એને કોઈ દી દુખ નો આવે આ સીતા ની કહાની