Рет қаралды 8,024
અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો
__________________ કિર્તન ______________
રામ ને લક્ષ્મણ વનમાં રે ચાલ્યા
સીતાજીને શોધવાને કાજ રે જટાયુ રામ રામ બોલે
પોકાર સુણીને રામ પાસે રે આવ્યા
કોના જપો છો આવા ઝાપરે જટાયુ રામ રામ બોલે
અયોધ્યા નગરી ના રાજા શ્રી રામજી
સતી સીતાજી ના નાથ રે જટાયુ રામ રામ બોલે
અમે સીતાજી ના સાઇબા રે છીએ
છીએ દશરથના કુંવર અને જટાયુ રામ રામ બોલે
સતી સીતાજીને રાવણ હરી ગયો
લઈ ગયો લંકા મોજાર રે જટાયુ રામ રામ બોલો
રાવણ સાથે અમે યુદ્ધે મંડાણા
એમાં ઘાયલ બની ગયા રે જટાયુ રામ રામ બોલે
ઘાયલ ની ગતિ ઘાયલ જાણે
આપવીતી જાણે નહીં કોઈ રે જટાયુ રામ રામ બોલે
પાંખ કપપાણીને ધરા પર ઢાળીયા
સીતાજીને છોડાવી ના શકયારે જટાયો રામ રામ બોલે
સતી સીતાજીએ વચન દીધા
રામ આવે પછી જશે પ્રાણ રે જટાયુ રામ રામ બોલે
કયોતો જટાયુ તમને જીવનદાન આપો
આપુ મારા અયોધ્યા ના રાજ રે જટાયુ રામ રામ બોલે
હવે પ્રભુજી મારે કાંઈ ન જોઈએ
તમારા હાથે રે અગ્નિદાહ રે જટાયુ રામ રામ બોલે
જતી લક્ષ્મણજી એ ચીતા સળગાવી
રામે દીધા અગ્નિદાહ રે જટાયુ રામ રામ બોલે
રામ નામ નો મહિમા રે મોટો
હે ભજે એ ભવ પાર રે જટાયુ રામ રામ બોલે
રામ ને લક્ષ્મણ વનમાં રે ચાલ્યા
સીતાજી ને શોધવા ને કાજ રે જટાયુ રામ રામ બોલે