Рет қаралды 12,633
અમારી ચેનલના અવનવા કીર્તન સાંભળવા માટે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને શેર કરો 🙏
🌹🙏🌹...જય રામાપીર... 🌹🙏🌹
જ્યારે ક્રુપા રામાપીર ની થાયછે રે
ત્યારે દિવડા ના દ્વાર ખુલી જાય છે રે.. જ્યારે ક્રુપા......
વાવો તરણા નો ડુંગર બનાવતો રે
ખરે ટાણે દોડીને પીર આવતો રે ... જ્યારે ક્રુપા.....
હે ધજા દેખે ત્યાં ધણી દેખાયછે રે
એના દેવળ દેખે ત્યાં દુખ જાય છે રે.. જ્યારે ક્રુપા.....
બાર બીજનાં તે પાઠ પુરાયછે રે
એના જ્યોતું મા દર્શન થાય છે રે.. જ્યારે ક્રુપા.....
જયા વાયક આપે ત્યાં વાલો જાય છે રે
પગ મેલે ત્યાં પાપ ટળી જાય છે રે.. જ્યારે ક્રુપા....
વાલો બાર બીજનો ધણી કેવાય છે રે
જયા સમરણ કરે ત્યાં સામો જાયછે રે.. જ્યારે ક્રુપા......
ગુરુ બાલક નાથ ગુણલા ગાય છે રે
એની હાકલે હાજર થાયછે રે..
જ્યારે ક્રુપા રામાપીર ની થાય છે રે
...... 🌹🙏🌹જય રામાપીર.... 🌹🙏🌹