Рет қаралды 8,152
કાના હમણાં ના લેજે અવતાર કળયુગ ભારે છે
તને મળશે દુખીયા અપાર કળિયુગ ભારે છે
આયા નંદ વાસુદેવ પીતા નથી અહીંયા દેવકી જશોદા માતા નથી
આયા પૂતનાને કંસ અપાર કળિયુગ ભારે છે..
તારું બાળપણ અહીંયા ભારે પડશે
અહીં દૂધ માખણમાં ભેળસેળ છે અહીંયા નથી કોઈ ગાયો ના
ગોવાળ ...
અહીં રાધા કે વ્રજની નારી નથી અહીંયા દુનિયા છે બધી દુઃખીયારી
નથી રાસે રમવા કોઈ તૈયાર...
જ્યાં જો ત્યાં કૌરવોની સેના ફરે તમે જુઓ અને પાંડવ વનમાં ફરે
નથી સાચું સત્યવાદી કોઈ...
ગીતા ભાગવત જ્ઞાન કોઈને ગમતું નથી
સાચી સત્સંગની વાત કોઈને ગમતી નથી
વાલા બગડેલી બાજી સુધાર...
ગોપી મંડળ તને વિનંતી કરે
અમને દેજો શ્રી વ્રજમાં વાસ...