Рет қаралды 25,864
તુલસી વિવાહ નું કીર્તન (લખેલું છે) Tulshi Vivah|Krishna bhajan @Gondaliya.Bhavika
🔹 તુલસી વિવાહના અન્ય કીર્તનો (લખેલા)🔹
• ગોપીયુ પરણાવે તુલસી (ગ...
• તુલસીજી ના માંડવાનું એ...
• ||તુલસી તારા પાંદડામાં...
• તુલસી માં નું વિદાય ગી...
• ઘર આંગણે તુલસી હરી ભરી...
• તુલસી વિવાહ ની કંકોત્ર...
🙏🌹 તુલસી વિવાહ નું ગીત 🌹🙏
ધન્ય ધન્ય તુલસી ને ધન્ય પાર્વતી
ધન્ય એવા ઉત્તમ રામ ના નામ
કોણ તારી માતા ને કોણ તારા પિતા
કોણ તારી સાસુ ને કોણ તારા સસરા
ધરતી જી માતા ને મેધ મારા પિતા
દેવકીજી સાસુ ને વાસુદેવ સસરા
ધરમ રાજા ને કાંધે કોદાળી
યમુના ને કાંઠે વાલે વાવ ગળાવી
કોણે મંગાવ્યા ને કોણે રોપાવ્યા
કોણે તમને અમૃત પાણીડાં પાયા
રામે મંગાવ્યા ને લક્ષ્મણે રોપવ્યા
સીતાજી એ અમૃત પાણીડાં પાયા
અષાઢ મહિને તુલસી રોપ રોપાવ્યા,
દેવ દામોદરે ખોળે બેસાડ્યા,
શ્રાવણ મહિને તુલસી બબ્બે રે પાંદે,
દેવદામોદર તુલસી ને નમે...
ભાદરવે મહિને તુલસી ભર જોબનમાં
સરખી સાહેલી મળી પાણીડાં ચાલ્યા
આસો મહિને તુલસી આસન વાળી બેઠા
દેવ દામોદર નિન્દ્રે ઘેરાણા
કારતક મહિને તુલસી બાળ કુંવારા
લગ્ન ગિરધારી પરણ્યા દેવ મુરારી
માગશર મહિના ના માવઠા રે થાશે
લીલુડી તુલસીજી આનલા રે આવશે
પોષ મહિને તુલસી પડ્યારે પોકારે
તુલસી વિનાના ભવન રે ડોલે
મહા મહિને તુલસી શુધ્ધિ બુધ્ધિ ભૂલ્યા
તુલસી વિનાનો સુનો સંસાર
ફાગણ મહિને હોળી ખેલે ગોવિંદ
ટીલડી તો મારા લલાટે રે શોભે..
ચૈત્ર મહિનાના તડકલો પડશે
લીલુડી તુલસી ના ફૂલડાં કરમાશે
વૈશાખ મહિને તુલસી વન પધાર્યા
સરખી સાહેલી મળી પાણીડાં ચાલ્યા
જેઠ મહિને જગ જીવન મળીયા
ટચલી આંગળીએ વાલે ગોવર્ધન તોળ્યા
તુલસી ના જે કોઈ બારેમાસ ગાશે
તેનો વ્રભૂમિમાં વાસ જ થાશે
#bhavikagondaliya #gujaratikirtan #gujaratibhajan #dhunmandal #ramapirnakirtan #ramdevpirbhajan #devotionalsongs #gujarati #viralvideo
🌹🙏🙏🌹જય શ્રી કૃષ્ણ 🌹🙏🙏🌹