Рет қаралды 1,529
તંદુરસ્તી જીવનનો આધાર છે. અને મોટાભાગના રોગનું કારણ ખોટી જીવન શૈલી છે. સારી જીવનશૈલી માટેની દિશા આપવા શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત તરફથી દર ગુરૂવારે હેલ્થ, વેલ્થ અને હેપ્પીનેસને કેન્દ્રમાં રાખી વિચારોનું વાવેતર કરવામાં આવે છે. તા. ૦૨/૦૧/૨૦૨૫ ને ગુરૂવારે વરાછા બેંક ઓડીટોરીયમમાં યોજાયેલ ૯૨ માં થર્સ-ડે થોર્ટ કાર્યક્રમમાં કાનજીભાઈ ભાલાળાએ જણાવ્યું હતું કે, વ્યક્તિની પ્રકૃતિ કેવી છે? તે જાણવા માટે અવનવી થિયરી પ્રચલીત છે. પ્રાચીન શાસ્ત્રો અને વિજ્ઞાન પણ સ્વીકારે છે કે પ્રત્યેક વ્યક્તિ જન્મની સાથે જ અમુક પ્રકૃતિ લઈને આવે છે. એટલે જ કહેવાય છે કે વ્યક્તિના પ્રાણ અને પ્રકૃતિ સાથે જ જાય છે. પ્રકૃતિ એટલે શરીરનું બંધારણ, સ્વભાવ અને વારસામાં મળેલુ ડી.એન.એ. જે વ્યક્તિના શરીરનું બંધારણ અને સ્વભાવ છે. નવો વિચાર આપતા જણાવ્યું હતું કે, દરેક શરીરને પોતાની પ્રકૃતિ હોય છે જે આરોગ્ય અને સ્વભાવને અસર કરે છે. મનુસ્મૃતિમાં દર્શાવેલ વર્ણવ્યવસ્થાનો મૂળ આધાર માણસની પ્રકૃતિ છે. આમાં કોઈ ધાર્મિક કે ઉંચ-નિચ ની વાત નથી પરંતુ, તન-મનની ક્ષમતાના આધારે કાર્ય વહેંચણીથી વર્ણ વ્યવસ્થા ઉભી થઈ હતી. શરીરનું બંધારણ, સ્વભાવ, બુદ્ધિક્ષમતા, ચતુરાઈ કે કામના આધારે ક્ષત્રિય, બ્રહ્માણ, વૈશ્ય અને શુદ્ર એમ વર્ણવ્યવસ્થા ઉભી થઈ છે. જો પ્રકૃતિના આધારે કાર્ય સોંપવામાં આવે તો શ્રેષ્ઠ પરિણામ મળી શકતુ હોય છે. આરોગ્ય અંગે વધુ જાગૃત થવાની જરૂર છે. તન અને મનની તંદુરસ્તીના અનેક પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. ખોરાક એ શરીરને શક્તિ આપે છે જે રોગનું કારણ અને ઉપાય પણ છે. નિરોગી રહેવાનો શ્રેષ્ઠ ઉપાય પ્રકૃતિ પ્રમાણે ભોજન લેવુ તેમાં છે. જેમ દરેક માણસની શારીરીકની પ્રકૃતિ વાત, પિત અને કફ છે. તેમ દરેક કુદરતી તત્વોની પણ પ્રકૃતિ છે. પ્રકૃતિને સમજી ખોરક અને જીવન જીવવામાં આવે તો તન અને મનની તંદુરસ્તી જળવાય રહે છે. તે માટે પોતાના શરીર તરફથી મળતા સંકેતોને સાંભળવાનું ક્યારેય ભુલવા જેવું નથી. આપણું શરીર જ આપણું મુખ્ય માર્ગદર્શક છે.
#thursdaysthoughts #health #wealth #happiness #kanjibhaibhalala #motivationalvideos #success #positivevibes #confidence #successquotes #motivational #selfcare #happiness #energyfoods #lifestyle #proteinfoods
*******************************************************************
❋ Instagram : / spss_surat
❋ Facebook : / shreesaurashtrapatelse...
❋ LinkdIn : / shree-saurashtra-patel...
❋ Twitter : / official_spss
❋ KZbin : / @spss_surat
❋Website : www.spsamaj.org/
☎ For more info. Ph. +91 99091 88222