Limadane aavi gyo tav | Krushna dave | લીમડાને આવી ગ્યો તાવ | with Lyric |

  Рет қаралды 6,064

Rajni Parmar

Rajni Parmar

Күн бұрын

#Rajni_Parmar
ગુજરાતી કવિતા.
લીમડાને આવી ગ્યો તાવ,
લીમડાના દાદા ક્યે કહી કહીને થાકી ગ્યો,
જાવ હજી ફાસ્ટફૂડ ખાવ.
ટી-શર્ટને જીન્સવાળી માંજરી બિલાડી ક્યે આપણને દૂધ નહીં ફાવે !
પીત્ઝા ને બર્ગરની આખ્ખી આ પેઢીને રોટલી ને શાક ક્યાંથી ભાવે ?
વર્ષોથી બોટલમાં કેદી થઈ સડતા એ પીણાને પીવો ને પાવ.
જાવ હજી ફાસ્ટફૂડ ખાવ.
અપ ટુ ડેટ કાગડા ને કાગડિયું માઇકમાં મંડી પડ્યાં છે કાંઈ ગાવાં !
કંઈ પણ ભીંજાય નહીં એવા ખાબોચિયામાં નીકળી પડ્યાં છો તમે ન્હાવાં ?
કૂંપળના ગીત લીલાં પડતાં મૂકીને ગાવ રીમિક્સના ગાણાઓ ગાવ.
જાવ હજી ફાસ્ટફૂડ ખાવ.
કાન એ કંઈ થૂંકવાનો ખૂણો નથી કે નથી પેટ એ કંઈ કોઈનો ઉકરડો,
આપણા આ ચહેરા પર બીજાના નખ્ખ શેના મારીને જાય છે ઉઝરડો ?
માંદા પડવાનું પોસાય કદિ કોઈને’ય સાંભળ્યા છે ડૉક્ટરના ભાવ ?
જાવ હજી ફાસ્ટફૂડ ખાવ.
લીમડાને આવી ગ્યો તાવ
લીમડાના દાદા ક્યે કહી કહીને થાકી ગ્યો,
જાવ હજી ફાસ્ટફૂડ ખાવ.
-કૃષ્ણ દવે

Пікірлер: 7
Kasumbi No Rang | Gujarati Jalso
11:11
Gujarati Jalso
Рет қаралды 784 М.
Шок. Никокадо Авокадо похудел на 110 кг
00:44
VEER RAS NO THAPO JAPO
28:41
Sairam Dave Official
Рет қаралды 984 М.
Krushna Dave in Sada Sarvada Kavita Parv 5
43:13
Anil Chavda Official
Рет қаралды 8 М.
Шок. Никокадо Авокадо похудел на 110 кг
00:44