Рет қаралды 27,070
ગુજરાતી ગઝલનો ઈતિહાસ લગભગ દોઢસો વરસનો છે. એનું ગાગરમાં સાગરની જેમ રસપાન કરાવતો આ વિડિયો એક લાઈવ ઓનલાઈન કાર્યક્રમનું રેકર્ડીંગ છે. મુંબઈનિવાસી કલાપ્રેમી શ્રી. કનુભાઈ બી શાહના સૌજન્યથી યોજાયેલ આ કાર્યક્રમ સેંકડો રસિકોએ માણ્યો અને બિરદાવ્યો છે. બે કલાકની અવધિમાં પરંપરાની ગુજરાતી ગઝલોના વીણેલાં મોતી રજૂ કરવાનો સુંદર પ્રયાસ ડો. રઈશ મનીઆરે કર્યો છે. શેરોશાયરી સાથે ઈતિહાસ અને શાયરોના રસપ્રદ પ્રસંગો વણતા જઈ સતત શ્રોતાઓને જકડી રાખ્યા છે. સાથે સાથે આસિમ રાંદેરી, અમૃત ઘાયલ, મરીઝ વગેરેના ઓરિજિનલ ધ્વનિમુદ્રણ અથવા વિડિયો રેકર્ડીંગ રજૂ કરીને એમણે સમગ્ર કાર્યક્રમને ચાર ચાંદ લગાવી દીધા છે. (શૂન્યસાહેબની ઓડિયો કોપીરાઈટની સમસ્યાને કારણે દૂર કરવી પડી છે.)
મિત્રો આપને આ વિડિયો ગમી હોય તો like કરશો. હજુ સુધી ચેનલ subscribe ન કરી હોય તો કરી દેશો. આ પોસ્ટની લિંક કોપી કરીને આપના સમરસિયા મિત્રો સાથે લિંક ફેસબૂક, વોટસ એપ વગેરે એપ પર શેર કરી શકો છો. આપના પ્રોત્સાહન અને હૂંફથી અમને આવી વધુ વિડિયો બનાવવાનો ઉમળકો પ્રાપ્ત થશે.