Рет қаралды 42,900
મેંદી રંગ લાગ્યો. ૧૯૬૦. ગુજરાતી ચલચિત્ર. Mehndi Rang Lagyo. Gujarati movie.
નોંધ: અગાઉ મુકેલ 'મેંદી રંગ લાગ્યો'ની ડીવીડીમાં એક કલાક માટે વચ્ચે ફિલ્મ ચોંટી ગયેલ હોવાથી ફિલ્મનો સમય ૪ કલાક, ૯ મિનિટ અને ૩ સેકન્ડ છે. આ નવા અપલોડમાં ચોંટી ગયેલ એક કલાકને એડિટ કરીને આ ફિલ્મ ફરી અપલોડ કરી છે. નવા અપલોડમાં ફિલ્મ 3 કલાક, ૧૨ મિનિટ, ૪૩ સેકંડની છે.
આજથી ત્રીસ વર્ષ પહેલા એટલે કે ૧૯૯૨ આજુબાજુ વીએચએસ વીડિયો કેસેટોનો અને ઓડિયો કેસેટોનો જમાનો હતો, સીડી, વીસીડી અને ડીવીડીનો નહિ. એ સમયમાં અમે જૂની ગુજરાતી ફિલ્મો, હિન્દી ફિલ્મો અને ધાર્મિક સિરિયલોના સેટની કેસેટો 'એટલાન્ટિક વિડીયો'માંથી ખરીદ કરેલી. જેમાં મહેંદી રંગ લાગ્યો, અખંડ સૌભાગ્યવતી, જીગર અને અમી, રામાનંદ સાગરે બનાવેલ રામાયણ અને લવકુશના સંપૂર્ણ સેટ છે. ઈશ્વરની અતિ કૃપાથી અમારો બધો સંગ્રહ અત્યાર સુધી ખુબ સારી રીતે સચવાયો છે.
રાજેન્દ્રકુમાર અને ઉષા કિરણના અભિનયથી ઓપથી ગુજરાતી ફિલ્મ 'મેંદી રંગ લાગ્યો' ૧૯૬૦માં રજુ થયેલી. એ વખતે નાના મોટા શહેરોમાં ફિલ્મની પ્રિન્ટ અને પ્રોજેકટર ઓપરેટર સાથે ભાડે આપતી દુકાનો હતી. નડિયાદમાં અલંકાર ટોકીઝની સામે વિજય વોચની દુકાન પાસે ફિલ્મો ભાડે આપતી એક દુકાન હતી. એનું નામ લગભગ 'ચંદ્રેશ ફિલ્મ્સ' હતું. એ વખતે આજુબાજુના ગામડાઓમાં ગ્રામ પંચાયત ફિલ્મ અને ઓપરેટર સાથે પ્રોજેક્ટર ભાડે લાવતા. ૧૯૭૨ આસપાસ નડિયાદ પાસેના ગામમાં 'મેંદી રંગ લાગ્યો' ફિલ્મ જોયેલી.
૧૯૯૨ આસપાસ મેં ખરીદેલ 'મેંદી રંગ લાગ્યો'ની વિડીયો કેસેટ એક મિત્રને ૧૯૯૮ આસપાસ આપેલી. સમય જતા એ મિત્રના કોઈ વાવડ નહોતા. એટલે આ ફિલ્મની રીલ અગર વીડિયો કેસેટ અગર ડીવીડી ખરીદવા માટે પ્રયત્ન કર્યો. ઓન લાઈન ઈબે ઉપર એક જણ પાસે એની છેલ્લી ડીવીડી હતી એને ખરીદી લીધી. આ ફિલ્મ યુ ટ્યુબમાં કોઈએ નથી મૂકી. એટલે વિશ્વમાં વસતા સૌ ગુજરાતીઓ માટે આ ફિલ્મને ગ્લોબલ ગુલાલ કરીને અપલોડ કરીયે છીએ.
આ અમારો ધંધો નથી, એમાંથી અમને કોઈ નાણાંકીય વળતર નથી કે એની અપેક્ષા પણ નથી. અમે આ કાર્ય પાછળ કેટલી મહેનત અને કેટલો કિંમતી સમય આપ્યો તેની એક ઝલક ઉપર સૌ વિચાર કરે.
જીવનમાં પરમ શાંતિ, સફળતા, સંતોષ, સાચું સુખ પ્રાપ્ત કરવા સદાચારી બનવું અતિ જરૂરી છે. પૈસો સુખ નથી. ભ્રષ્ટાચાર દ્વારા અનીતિથી પ્રાપ્ત કરેલ આસુરી લક્ષ્મી માત્ર દુઃખ આપે છે. દરેક વ્યક્તિ જો સંપૂર્ણ નીતિ રાખીને મહેનત કરે અને કિંમતી સમય આપે તો હિંદુસ્તાન ફરીથી 'સોનેકી ચીડિયા' બને.