Рет қаралды 187,430
@meshwaLyrical
Presenting : Mandiriyu Sunu Re Shreenathji Tara Vina | Lyrical | Ruchita Prajapati | Gujarati Devotional Bhajan |
#shreenathji #lyrical #bhajan
Album Name : Shreenathji Bhajan
Audio Song : Mandiriyu Sunu Re Shreenathji Tara Vina
Singer : Ruchita Prajapati
Lyrics : Traditional
Music : Navnit shukla
Genre : Gujarati Devotional Bhajan
Deity : Shreenathji Bhagwan
Temple: Nathdwara
Festival : Holi
Label : Meshwa Electronics
મંદિરીયું સુનુ રે શ્રીનાથજી તારા વિના (2)
અંતરિયું તલસે રે શ્રીનાથજી તારા વિના
મંદિરીયું સુનુ રે શ્રીનાથજી તારા વિના
મારુ કેસર ભીનું ચંદન રે પ્રભુજી તારી વાટ જુએ(2)
જો જો આવતા ના મોડું થાય રે
ચંદન મારુ સુકાઈ જશે
મંદિરીયું સુનુ રે શ્રીનાથજી તારા વિના
મારી ફૂલડાની માળા રે , પ્રભુજી તારી વાટ જુએ (2)
જો જો આવતા ના મોડું થાય રે
ફૂલો મારા કરમાઈ જાશે
મંદિરીયું સુનુ રે શ્રીનાથજી તારા વિના
મારો ભાવભીનો પ્રસાદ રે પ્રભુજી તારી વાટ જુએ (2)
જો જો આવતા ના મોડું થાય રે
પ્રસાદ મારો ઠંડો થાશે
મંદિરીયું સુનુ રે શ્રીનાથજી તારા વિના
મારી કપુર કેરી આરતી રે પ્રભુજી તારી વાટ જુએ (2)
જો જો આવતા ના મોડું થાય રે
આરતી મારી બુઝાઈ જાશે
મંદિરીયું સુનુ રે શ્રીનાથજી તારા વિના
મારી પૂજામાં તે શી છે ખામી રે પ્રભુજી તારી વાટ જુએ (2)
તારું ભક્ત મંડળ વિનવે રે
શીદને વિલંબ કરે
મંદિરીયું સુનુ રે શ્રીનાથજી તારા વિના
જો જો આવતા ના મોડું થાય રે
આરતી મારી બુઝાઈ જાશે
મંદિરીયું સુનુ રે શ્રીનાથજી તારા વિના