Рет қаралды 68
જય શ્રી સ્વામિનારાયણ
કીર્તન
આપને યાદ કરવા, શ્રુતિના પાઠ છે,
આપને પ્રેમ કરવો, સાધના તમામ છે...
સઘળા યજ્ઞો તીર્થો મંત્રો, ભેગા થઈને આપ બન્યા છો;
સર્વે વ્રતનું તપ ને જપનું, અનુષ્ઠાનનું આપ ફળ છો (૨)
આપની દૃષ્ટિ પડતાં, સમાધિનો ઉજાસ છે,
આપને પ્રેમ કરવો... ૧
પ્રભુને પણ ફાવી ગયું છે, આપ દ્વારે વિચરવું,
એટલે તો સોંપી દીધું છે, કામ આપને મોક્ષનું (૨)
આપના રાજીપામાં, મુક્તિનો અહેસાસ છે,
આપને પ્રેમ કરવો... ૨
મૌન આપનું ઉકેલવામાં, વામણા છે ચારે વેદો
આપ વરણી કરશો તેના, ભાંગશે સર્વે ભેદો (૨)
આપમાં ડૂબી જાવું, તરવાનો રાહ છે,
આપને પ્રેમ કરવો... ૩