Рет қаралды 10,456
રામ મને રસ્તો બતાવ જીવને જાવું છે એકલું
રસ્તો પ્રાણી તને પછી બતાવું
શું કર્યા દાન ને પુણ્ય જીવને જાવું છે એકલું
રામ મને રસ્તો બતાવ જીવને જાવું છે એકલું...
સોળ સોમવાર નાં પ્રભુ ઉપવાસ મે કરીયા
અગિયારસ નો નાં રહ્યો પાર જીવને જાવું છે એકલું
રામ મને રસ્તો બતાવ જીવને જાવું છે એકલું...
સોળ સોળ દિકરીયું ને અમે જમાડી
ભાણેજ નો નો રહ્યો પાર જીવને જાવું છે એકલું
રામ મને રસ્તો બતાવ જીવને જાવું છે એકલું...
સોળ સોળ બ્રાહ્મણ ને અમે જમાડ્યા
સાધુ જમાડ્યા અપાર જીવને જાવું છે એકલું
રામ મને રસ્તો બતાવ જીવને જાવું છે એકલું...
અન્નદાન પુણ્ય દાન અમે રે કરીયા
વસ્ત્ર દાન નો નાં રહ્યો પાર જીવને જાવું છે એકલું
રામ મને રસ્તો બતાવ જીવને જાવું છે એકલું...
ગૌદાન કન્યાદાન અમે રે કરીયા
ધન અમે દીધા અપાર જીવને જાવું છે એકલું
રામ મને રસ્તો બતાવ જીવને જાવું છે એકલું...
જીવનો હિસાબ જોઈ રામ થયા રાજી
જીવનો કર્યો ઉદ્ધાર જીવને જાવું છે એકલું
રામ મને રસ્તો બતાવ જીવને જાવું છે એકલું...